બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: જોધપુર. , મંગળવાર, 3 માર્ચ 2015 (10:55 IST)

આર્મ્સ એક્ટ અને હિટ એંડ રન કેસ - સલમાન ખાનને રાહત કે જેલ.. આજે આવશે નિર્ણય

બોલીવુડ અભિનેતા સલમાન ખાનને પોતાની ઉપર ચાલી રહેલ બે કેસોમાં રાહત મળશે કે જેલ તેના પર નિર્ણય મંગળવારે આવશે. માહિતી મુજબ સલમન સાથે જોડાયેલ બે કેસો આર્મ્સ એક્ટ કેસ અને હિટ એંડ રન કેસમાં આજે કોર્ટ નિર્ણય સંભળાવશે. 
 
કાળા હરણના શિકાર મામલે આર્મ્સ એક્ટ કેસમાં મંગળવારે જોધપુર કોર્ટૅમા મુખ્ય સુનાવણી થશે. સુનાવણી દરમિયાન સલમાન કોર્ટૅમાં હાજર રહેશે. આરોપ છે કે જે બંદૂક દ્વારા સલાને 1-2 ઓક્ટોબરના કાંકાણી ગામમા કાળા હરણનો શિકાર કર્યો હતો તેનુ લાઈસેંસ તેની પાસે નહોતુ. લાઈસેંસ 22 સપ્ટેમ્બરના રોજ એક્સપાયર થઈ ચુક્યુ હતુ.  ઉલ્લેખનીય છે કે ખાન વિરુદ્ધ્હ 15 ઓક્ટોબર 1998માં જોઘપુર જીલ્લાના લુણી પોલીસ મથકમાં ગેરકાયદેસર શસ્ત્ર મુકવાનો કેસ નોંધાયો હતો. નોધાયેલ રિપોર્ટ મુજબ ખાને એક અને બે ઓક્ટોબર 1998ની રાત્રે જે કાળા હરણને માર્યુ હતુ તેમા કથિત રૂપે ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાળા હરણના શિકાર મામલે બોલીવુડ અભિનેતા સલમાન ખાન પર સુનાવણી 25 ફેબ્રુઆરીના રોજ થવાની હતી પણ આ મામલે જોઘપુર કોર્ટે નિર્ણય લંબિત રાખ્યો હતો અને નિર્ણય પહેલ 2006ની એક જુની અરજી પર 3 માર્ચના રોજ ચુકાદો સંભળાવવાનો નિર્ણય કર્યો હતો.  16 વર્ષ પહેલા સલમાન ખાન પર 15 ઓક્ટોબર 1998માં કાળા હરણ શિકારના ત્રણ કેસ નોંધાયેલા છે. જેમાથી બે માં સલમાનને સજા થઈ ચુકી છે. ત્રીજો વિચારાધીન છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર બાબતનો નિર્ણય થોડા દિવસો પહેલા ટાળવામાં આવ્યો હતો અને હવે ત્રણ માર્ચના કેસની સુનાવણી થશે. એ દિવસે સલમાન ખાનના અસ્વસ્થ હોવાને કારણે કોર્ટમાં વ્યક્તિગત હાજર રહેવામાંથી છૂટ આપવા માટે પ્રાર્થના પત્ર દાખલ કર્યો હતો જેણે કોર્ટે મંજુર કરી લીધો હતો.  
 
 
બીજી બાહુ મુંબઈના એક સત્ર કોર્ટે વર્ષ 2002ના હિટ એંડ રન મામલામાં સલમાન ખાનને પોતાનુ ડ્રાઈવિંગ લાઈસેંસ રજુ કરવાનો આદેશ આપવાની અભિયોજન પક્ષની માંગ પર પોતાનો આદેશ 3 માર્ચ સુધી સુરક્ષિત રાખ્યો હતો.  તેઓ દુર્ઘટના સમયે લાઈસેંસ વગર ગાડી ચલાવી રહ્યા હતા.  ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બર 2002ની રાત્રે ઉપનગરીય વિસ્તારના બાંદ્રામાં જ્યારે સલમાન ખાનની કાર ફુટપાથ પર સૂતેલા લોકો પર ચઢી ગઈ હતી. એ સમયે તેમની પાસે લાઈસેંસ નહોતુ.  આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને ચાર ઘાયલ થઈ ગયા હતા.  આરોપી પક્ષનુ કહેવુ છે કે ક્ષેત્રીય વાહવવ્યવ્હર કાર્યલયમાં હાજર રેકોર્ડ મુજબ ખાને વર્ષ 2004માં ડ્રાઈવિંગ લાઈસેંસ મેળવ્યુ હતુ.  
 
અભિનેતાએ આ વાતથી ઈંકાર કર્યો હતો કે તે એ સમયે ગાડી ચલાવી રહ્યા હતા. તેમણે આરટીઓના રેકોર્ડ પર પણ પ્રશ્ન ઉભો કર્યો.