ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 27 ઑગસ્ટ 2016 (11:39 IST)

શાહિદ કપૂર બન્યા પિતા, ઘરે આવી નાનકડી પરી

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરના ફેંસ માટે ખુશ ખબર છે. જી હા શાહિદ અને મીરા રાજપૂતના ઘરે નાનકડી પરી આવી છે. મીરા રાજપૂતે ગઈકાલે રાત્રે 8 વાગ્યે ખાર હિન્દૂજા હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે. હોસ્પિટલ મુજબ શાહિદ કપૂરની પુત્રીનુ વજન 2.8 કિલોગ્રામ છે અને આ એક નોર્મલ ડિલીવરી છે. 
 
પિતા શાહિદ કપૂરે ટ્વીટ કરી પોતાની ખુશી વ્યક્ત કરી છે. શાહિદે ટ્વીટ કરી લખ્યુ, "તે આવી ચુકી છે અને શબ્દ ઓછા પડી રહ્યા છે. ખુશીઓને અભિવ્યક્ત કરવામાં. દુવાઓ માટે તમારો આભાર."
ઉલ્લેખનીય છે પિતા શાહિદ એ સમયે લેબર રૂમમાં જ હાજર હતા. જ્યારે મીરા પોતાની બેબી ગર્લને જન્મ આપી રહી હતી. એટલુ જ નહી હોસ્પિટલમાં એ સમયે શાહિદની મમ્મી સુપ્રીયા પાઠક અને શાહિદના પિતા પંકજ કપૂર પણ હાજર હતા.  ડિલીવરી પછી મીરા બિલકુલ ઠીક છે અને મમ્મી સાથે પિતા શાહિદ પણ ખૂબ ખુશ છે.