શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 9 જૂન 2016 (14:58 IST)

'ઉડતા પંજાબ' વિવાદોમાં કેમ ? જાણો એક ક્લિક દ્વારા

અભિષેક ચૌબેના નિર્દેશનમાં બનેલી આગામી ફિલ્મ  'ઉડતા પંજાબ' છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં છવાયેલી છે. ફિલ્મને લઈને સેંસર બોર્ડ અને બોલીવુડ હસ્તિયો વચ્ચે જંગ છેડાય ગઈ છે. ફિલ્મના કેટલાક સીન અને ભાષાને લઈને પહેલા સેંસર બોર્ડે તેના પર આપત્તિ બતાવતા તેમા કાતર ચલાવી દીધી હતી. તો શુ 'ઉડતા પંજાબ' માંથી હટી જશે પંજાબ ? 
89 સીન પર ચાલી સેંસર બોર્ડની કાતર, હવે નામને લઈને વિવાદ 
 
ફિલ્મમાંથી લગભગ 89 સીન પર સેંસર બોર્ડની કાતર ચાલી ચુકી છે. હવે ફિલ્મના નામને લઈને નવો વિવાદ છેડાય ગયો છે. 
 
ફિલ્મનુ નામ બદલવા પર શુ કહે છે (એફસીએટી) 
ફિલ્મનુ સર્ટિફિકેશન ટ્રિબ્યૂનલ (એફસીએટી) ના મુજબ ફિલ્મના કેટલાક એવા સીન છે જેને કારણે લોકો સામે 
 
પંજાબની છબિ ખરાબ થઈ શકે છે. તેથી હવે સેંસર બોર્ડે 'ઉડતા પંજાબ'માંથી પંજાબ નામ હટાવવાનો આદેશ આપ્યો છે. 
 
પંજાબ વિધાનસભા ચૂંટણી 2017 સૌથી મોટુ કારણ 
 
2017માં વિધાનસભા ચૂંટણી થવાની છે અને એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ ચૂંટણી એ વિવાદને ઉભો કરવાનુ મુખ્ય કારણ છે. આવામાં એક રાજ્યમાં ડ્રગ્સનો મુદ્દો બતાવવાથી ચૂંટણી પર પ્રભાવ પડવો ચોક્કસ છે. 
 
સેંસર બોર્ડની ઈચ્છા પર બોલીવુડ થયુ નારાજ 
 
સેંસર બોર્ડ કમિટી ઈચ્છે છેકે આ ફિલ્મ પંજાબ રાજ્યની પુષ્ઠભૂમિ પર ન બનીને ફક્ત એક કાલ્પનિક ફિલ્મ રહે. 
તેમના આ નિર્ણયથી બોલીવુડ ખૂબ નારાજ છે અને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા ચાલી રહી છે. લોકો સેંસર 
બોર્ડના અધ્યક્ષ પહેલાજ નિહલાનીની ખૂબ આલોચના કરી રહ્યા છે. ફિલ્મી હસ્તિયોએ પોતાની નારાજગી ટ્વિટર પર કાઢવી શરૂ કરી દીધી છે. 
 
આગળની સ્લાઈડમાં જાણો પુર્ણ મામલો 


જીતેન્દ્રનું શુ કહેવુ છે 
 
ખુદને ગર્વથી 'પંજાબનો પુત્ર'  કહેનારા દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રનું કહેવુ છે કે ફિલ્મ 'ઉડતા પંજાબ'નો હેતુ રાજ્યની બદનામી કરવો નથી. ફિલ્મનુ નિર્માણ તેમના બેનર બાલાજી મોશન પિક્ચર્સે કર્યુ છે. આ નિર્ણય કદાચ રાજનીતિથી પ્રેરિત છે અને રાજ્યમાં સત્તારૂઢ દળના દબાવમાં કરવામાં આવ્યો છે. જેને નશાની વધતી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જીતેન્દ્રના પુત્ર તુષાર કપૂરે પોતાના પિતાનો સંદેશ પોતાના પ્રશંસકો 
સાથે શેયર કર્યો.  સંદેશમાં જીતેન્દ્રએ કહ્યુ, "અમે પંજાબના લોકોનુ સન્માન કરીએ છીએ અને ક્યારેય પણ તેમની ભાવનાઓને દુભાવવા નથી માંગતા. અમે હંમેશા સીબીએફસીની યોગ્ય સલાહ પર ચાલશુ. ફિલ્મો મનોરંજન માટે બનાવવામાં આવે છે.  બદનામી માટે નહી. અમારો એવો કોઈ ઈરાદો નથી. કારણ કે મને ખુદને પંજાબનો પુત્ર હોવાનુ ગર્વ છે. 

અનુરાગ કશ્યપે 'ઉડતા પંજાબ'ને કહ્યુ ઈમાનદાર 
'ઉડતા પંજાબ'ના સહ નિર્માતા અનુરાગ કશ્યપે કહ્યુ છે કે ફિલ્મ પંજાબની વાસ્તવિક સ્થિતિનુ ઈમાનદારી પૂર્ણ ચિત્રણ છે. ફિલ્મ નશાની સમસ્યા સામે લડી રહેલ પંજાબ પર આધારિત છે. અનુરાગે સોમવારે રાત્રે ટ્વીટર પર લખ્યુ, "ઉડતા પંજાબ"થી વધુ ઈમાનદાર કોઈ ફિલ્મ નથી. આનો વિરોધ કરનારાઓ હકીકતમાં નશાને પ્રોત્સાહન આપવાના દોષી છે.   આ પહેલા તેમણે ટ્વીટ કરી કહ્યુ હતુ કે મને હંમેશા આશ્ચર્ય થતુ હતુ કે ઉત્તર કોરિયામાં રહેતા કેવુ અનુભવાશે. હવે તો પ્લેન પકડવાની પણ જરૂર નથી." 

સેંસર બોર્ડ ડરનુ બાળક છે અને અજ્ઞાનતાનો બાપ - મહેશ ભટ્ટ 
 
બીજી બાજુ મહેશ ભટ્ટે ટ્વીટ કરી કહ્યુ, સેંસર બોર્ડ ડરનુ બાળક છે અને અજ્ઞાનતોનો બાપ છે.  શુ પહેલાજ નિહલાની સાંભળી રહ્યા છે. 
કરણ જૌહરનુ આ ફિલ્મ વિશે કહેવુ છે કે. "ઉડતા પંજાબ આ ફિલ્મની હકીકત દર્શાવે છે. 
 
ફિલ્મ ઉડતા પંજાબમાં પંજાબ રાજ્યના યુવાઓમાં પસરેલા નશાની લતને એક મેંટલ બ્લોકના રૂપમાં દર્શાવ્યુ છે. નશાનો સામનો કરી રહેલ વર્તમાન પંજાબની સ્ટોરી દર્શાવતી આ ફિલ્મ નશાના દુષ્પ્રભાવો અને તેમાંથી બહાર નીકળવાની જરૂરિયાતને દર્શાવશે.  આ ફિલ્મમાં શાહિદ કપૂરને નશાના ટેવાયેલ રોક-સ્ટાર ટૉમી સિંહના પાત્રમાં બતાડવામાં આવશે. બીજી બાજુ આલિયા ભટ્ટને બિહારની રહેનારી એક મજૂરનુ પાત્ર ભજવતી બતાવવામાં આવશે. 
 
 

આ અભિષેકની ફિલ્મ છે જે હકીકત દર્શાવે છે 
અભિષેકે અત્યાર સુધી હકીકત સાથે જોડાયેલ ફિલ્મો જ બનાવી છે. પટકથાની માંગ સાથે સમજૂતી ન કરનારા 
નિર્દેશક દર્શકો વચ્ચે ઈશ્કિયા અને દેઢ ઈશ્કિયા જેવી ફિલ્મોનું નિર્માણ કરવા માટે જાણીતા છે.  આ ફિલ્મમાં પંજાબી ગાયક અને અભિનેતા દલજીત દોસાંઝ ને કડક પોલીસ અધિકારી તેમજ અભિનેત્રી કરીના કપૂરને દવાઓની આડમાં ચાલી રહેલ નશાના વેપારનો પર્દાફાશ કરવામાં લાગેલ એક ચિકિત્સકની ભૂમિકામાં 
બતાડવામાં આવશે.  આ ફિલ્મ 17 જૂનના દિવસે સિનેમાઘરોમાં રજૂ થશે.