શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (17:18 IST)

'રઈસ'ની સફળતા પર પુત્ર અબરામની સાથે Golden Temple પહોંચ્યા SRK

છેલ્લા કેટલાક દિવસોથી શાહરૂખ ખાન સાથે જ તેમના નાના પુત્ર અબરામ પણ ખૂબ ચર્ચા મેળવી રહ્યા છે. મંગળવારે શાહરૂખ ખાને પોતાના 4 વર્ષના પુત્ર અબરામને લઈને અમૃતસરના શ્રી દરબાર સાહિબ પહોંચ્યા અને તેમણે ત્યા માથુ ટેકવ્યુ. તાજેતરમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ'એ 6 દિવસમાં લગભગ 98 કરોડનો બિઝનેસ કર્યો છે. શાહરૂખ ખાને મંગળવારે રાત્રે પોતાના પુત્ર અબરામ સાથે એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.   તેમા શાહરૂખ પોતાના પુત્ર સાથે અમૃતસરના સુવર્ણમંદિરમાં જોવા મળી રહ્યા છે. શાહરૂખ ત્યા એકલો નહોતો. તેની ફિલ્મ 'રઈસ'ના પ્રોડ્યૂસર રિતેશ સધવાની પણ આ પ્રસંગે ત્યા તેમની સાથે હાજર હતા. 
 
આ ફોટોમાં શાહરૂખ અને તેમના પુત્રએ પૂજા કરવા માટે માથા પર સાફો બાંધ્યો છે.  માહિતી મુજબ ગુરૂદ્વારામાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.  શાહરૂખે ત્યા પહોંચતા લોકોમાં તેમને મળવાની હોડ લાગી ગઈ અને ધક્કા મુક્કી જેવી સ્થિતિ ઉભી થઈ. શાહરૂખ ખાને પોતાની ફિલ્મના પ્રમોશનને લઈને આ પહેલા મુંબઈથી દિલ્હી સુધીની રેલ યાત્રા પણ કરી છે.  શાહરૂખે આ ફોટો પોસ્ટ કરીને લખ્યુ, 'શ્રી દરબાર સાહિબ પર શાંતિ, પ્રેમ અને ઘણુ સારુ અનુભવી રહ્યો છુ. આભાર અમૃતસર.'