શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2017 (11:29 IST)

શાહરૂખે રાખી લેડી બોડીગાર્ડ, કહ્યુ - ફક્ત આ જ મને બચાવી શકે છે

ફિલ્મોમાં ફાઈટર લેડીને અનેકવાર બતાવવામાં આવે છે. પણ રિયાલિટીમાં સ્ત્રીઓને કમજોર જ સમજવામાં આવે છે. વાત જ્યારે બોડીગાર્ડ્સની હોય તો આપણી સામે ફક્ત પુરૂષોનો જ ચહેરો આવી જાય છે. 
 
પણ બોલીવુડના કિંગ ખાન હાલ પોતાની સુરક્ષા માટે લેડીગાર્ડને લઈને ચાલી રહ્યા છે. જી હા આ સાંભળીને તમને કદાચ થોડી હેરાની થશે.  પણ શાહરૂખે ખુદ આ વાત પણ કરી છે. શાહરૂખનુ કહેવુ છે કે મારી સુરક્ષા માટે લેડી બોડીગાર્ડની ખૂબ જરૂર છે. તેમના સિવાય મને કોઈ બીજુ સેફ નથી રાખી શકતુ. 
 
શાહરૂખની લેડી ગાર્ડની જરૂરિયાતનુ કારણ સાંભળીને કદાચ તમને એકવર હસુ પણ આવી જશે. ઉલ્લેખનીય છે કે શાહરૂખનુ કહેવુ છે કે મારી અનેક ફીમેલ ફેન્સ મારી પાસે આવવા માંગે છે. મને ટચ કરવા માંગે છે. આ દરમિયાન એવી પણ છોકરીઓ હોય છે જેમના નખ મોટા હોય છે જે અનેકવાર મને વાગી જાય છે. 
તેના નિશાન પણ અનેકવાર મારા શરીર પર રહી જાય છે. આ નિશાન વિશે ઘરમાં પત્ની બાળકોને સમજાવવુ મુશ્કેલ હોય છે કે આ કેવી રીતે વાગ્યુ. પછી મને સંપૂર્ણ એક્સપ્લેન કરવુ પડે છે કે આ ખરોંચ મારી એક ફૈનને કારણે છે. તેથી આ બધાથી બચવા માટે મે લેડી બોડીગાર્ડ્સ લઈને ચાલવા લાગ્યો છુ.