શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 3 જુલાઈ 2015 (11:17 IST)

શ્રદ્ધા કપૂર શીખી રહી છે રૉક સંગીત

અભિનેત્રી-ગાયિકા શ્રદ્ધા કપૂર પોતાની આગામી ફિલ્મ 'રૉક ઑન 2' માટે રૉક સંગીતને ટ્રેનિંગ લઈ રહી છે. એ પહેલા મંદ અવાજમાં ગીત ગણગણાવતી શ્રદ્ધા હવે સંગીત્ના પોતાના નવા જુનૂનમાં સાંભળવા મળશે. 
 
26 વર્ષની આ અભિનેત્રીએ પોતાના સંગીતની શરૂઆત એક વિલેન માં ગલિયા ગીત ગાઈને કરી હતી અને પછી વિશાલ ભારદ્વાજની હૈદરમાં પોતાનો અવાજ આપ્યો હતો. 
 
શ્રદ્ધા રૉક સંગીત ડ્રામ રૉક ઓનની સીકવલ માટે પહેલીવાર વ્યવસાયિક રૂપે પ્રશિક્ષણ લઈ રહી છે. શ્રદ્ધાએ જણાવ્યુ કે હુ ગીત ગાવુ પસંદ કરુ છુ પણ મેં રૉક ઑન 2  પહેલા ક્યારેય ટ્રેનિંગ લીધી નથી. આ ફિલ્મ માટે રૉક વિદ્યામાં ટ્રેનિંગ લઈ રહી છુ. 
 
'રૉક ઑન 2' વર્ષ 2008ની હિટ ફિલ્મની બહુપ્રતિક્ષિત સીકવલ છે. જેમા અર્જુન રામપાલ, પ્રાચી દેસાઈ, શાહના ગોસ્વામી પણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં આવશે.