શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 19 નવેમ્બર 2014 (13:42 IST)

અંડરવર્લ્ડના નિશાના પર શાહરૂખ ખાન

અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીના નિશાના પર ફિલ્મ ડાયરેક્ટૅર મહેશ ભટ્ટ અને તેમના પરિવાર ઉપરાંત સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ફરાહ ખાન પણ છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે રવિ પુજારી ગેંગના 13 લોકોની ધરપકડ પછી આ ખુલાસો થયો છે. ખુલાસા પછી પોલીસે ત્રણે બોલીવુડ હસ્તિયોના ઘર અને ઓફિસમાં સુરક્ષા વધારી છે.  
 
પોલીસના સુત્રો મુજબ રવિ પુજારી ખાન પરિવાર અને ભટ્ટ પરિવાર પાસે સતત વસુલી માંગી રહ્યા હતા. જે ન મળતા પુજારીએ પોતાના ગુર્ગી દ્વારા મહેશ ભટ્ટ કે તેમના પરિવારના એક સભ્યને મારવા મોકલ્યો. જેની માહિતી ક્રાઈમ બ્રાંચની ટીમને લાગી ગઈ. પોલીસે જાળ પાથરીને આ બાબતે રવિ પુજારીના 13 ગુંડાઓની ધરપકડ કરી. તેમની ધરપકડથી એ ખુલાસો થયો કે પુજારીના નિશાના પર ભટ્ટ ઉપરાંત શાહરૂખ ખાન અને ફરાહ ખાન પણ છે. 
 
આ જ વર્ષે રવિ પુજારીના ગુંડાઓએ પ્રોડ્યુસર અલી મોરાનીના ઘરની બહાર ફાયરિંગ કરાવીને સમગ્ર બોલીવુડમાં સનસની ફેલાવી દીધી હતી. ત્યારબાદ બોલીવુડની અનેક હસ્તિયોને ધમકીભર્યો ફોન આવ્યો હતો. જેમા સોનુ સૂદ બોમન ઈરાની સહિત અનેક જાણીતા લોકો હતા. 
 
જો કે આ પહેલા પણ રવિ પુજારી મહેશ ભટ્ટ પર હુમલો કરી ચુક્યા છે. ડિસેમ્બર 2006માં રવિ પુજારીને ફિરોતીની રકમ ન આપતા મહેશ ભટ્ટના જુહુ ઓફિસમાં ગોળીબાર કરાવ્યો હતો. મહેશ ભટ્ટનો જીવ એ સમયે બચી ગયો હતો કારણ કે તેઓ એ સમયે ઓફિસમાં નહોતા. રવિ પુજારીના 13 ગુંડાઓની ધરપકડથી પોલીસનો  અલી મોરાનીના ઘર પર થયેલ ફાયરિંગનો કેસ ઉકેલાઈ ગયો છે.