શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબદુનિયા|
Last Updated :મુંબઈ , શનિવાર, 12 એપ્રિલ 2014 (12:41 IST)

અભણ રાખી સાવંત પાસે છે 15 કરોડ રૂપિયા !!!

P.R
મુબઈના ઉત્તર પશ્ચિમી વિસ્તારમાંથી 'રાષ્ટ્રીય આમ પાર્ટી'ની એકમાત્ર ઉમેદવાર રાખી સાવંતે મંગળવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ. હિન્દી સિનેમાની બિન્દાસ અભિનેત્રી રાખી સાવંત મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં તેને પોતાને અભણ અને સંપતિ 14.69 કરોડ દર્શાવી છે.

જે સંપતિનો કુલ આંકડો આપ્યો છે. તેમાં મુંબઈના બે ઘર, બે ઓફિસ અને 3.5 કરોડની સ્થાવર સંપતિનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય આમ પાર્ટીની ઉમેદવાર રાખી પાસે 96,427 રૂપિયા રોકડા અને 39.13 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ છે. આ ઉપરાંત રાખી પાસે ફોર્ડ ઈંડીવર કાર છે જેની કિંમત 21 લાખ રૂપિયા અને 7.55 લાખ રૂપિયાના ઘરેણા છે.

આ ઉપરાંત રાખી સાવંતે ચૂંટણી પ્રચાર દરમ્યાન ઉપયોગ થનારી સામગ્રી, ગાડીઓ, રૂપિયા અને મંડપ સહિતની દરેક ચીજ-વસ્તુઓ જાહેર કરી છે.