બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ , મંગળવાર, 10 જૂન 2014 (18:34 IST)

અમિતાભ અને આમિર ખાને દિલીપ કુમારની બાયોગ્રાફી લોંચ કરી

.
અમિતાભ બચ્ચન અને આમિર ખાને એક ફાઈવ સ્ટાર હોટલમાં જાણીતા અભિનેતા દિલીપ કુમારની આત્મકથાનુ લોકાર્પણ કર્યુ. 

 

પુસ્તક લોકાર્પણન આ પ્રસંગ પર દિલીપ કુમારની પત્ની સાયરા બાનો ઉપરાંત બોલીવુડની અનેક ચર્ચિત હસ્તિયો જોડાઈ હતી. 

 
 

પુસ્તકનુ નામ 'સબ્સ્ટાંસ ઔર શેડો' છે અને તેનુ લેખન દિલીપ કુમારન નિકટના પારિવારિક મિત્ર ઉદયા તારા નાયરે કર્યુ છે.  આ પુસ્તક દ્વારા કુમારના જીવનની સ્ટોરી ક્રમવાર બતાડવામાં આવી છે. તેમનુ બાળપણ, કેરિયર. જીવનના ઉતાર ચઢાવ પરિવારની સાથે સાથે બીજુ પણ ઘણુ બધુ છે. 

 
 

સાયરા બાનોએ સંવાદદાતાઓને જણાવ્યુ આ સાંજ વિશેષ છે અને અમે આશા કરીએ છીએ કે દરેક તેમની બાયોગ્રાફીને પસંદ કરશે. મને આજે ખૂબ જ સારુ લાગી રહ્યુ છે. મારા માટે આ એક સપનુ સાચુ પડવા જેવુ છે. દરેક તેમના બાળપણ અને મોટા થવાના સમયની સ્ટોરી જાણી શકશે. આ વાતો તમે જાતે તેમના મુખેથી સાંભળશો. પહેલીવાર તેમણે આ વિશે વાત કરી છે. આ પ્રસંગ પર આમિર ખાને પ્રસૂન જોશીની લખેલી કવિતા વાંચી અને અનેક અભિનેતાઓએ મંચ પર આવીને કલાકાર દિલીપ કુમાર વિશે પોતાના અનુભવ શેર કર્યા. 

 
 



અલી ખાને કહ્યુ અહી હાજરી આપવી સન્માનની વાત છે. તેઓ એક મહાન વ્યક્તિ છે. તેમને સંગીત પ્રત્યે પ્રેમ છે અને અમે બધા માટે અહી હાજર થવુ એક મોટો પ્રસંગ છે. હુ તેમના લાંબા જીવનની કામના કરુ છુ. અમને ખરેખર તેમના પર ગર્વ છે. આ પ્રસંગ પર માધુરીએ કહ્યુ તેઓ એક મહાન કલાકાર છે અને હુ તેમના પર લખેલે પુસ્તક વાંચવાની રાહ જોઈ રહી છુ.  તેઓ ફક્ત અભિનેતાઓ માટે જ નહી પણ બધા માટે પ્રેરણા રહે છે. એક કલાકારના રૂપમાં હુ જાણવા માંગીશ કે તેઓ પોતાના પાત્રો પ્રત્યે કેવુ વલણ અપનાવતા હતા અને તેમના પાત્રોને ભજવતી વખતે તેમને કેવુ લાગતુ હતુ ? જાણીતા અભિનેતાનો જન્મ મુહમ્મદ યૂસુફ ખાનના રૂપમાં થયો હતો પણ તેમણે ફિલ્મો માટે પોતાનુ નામ દિલીપ કુમાર રાખી લીધુ હતુ.  


 
 

છ દસકા સુધીના લાંબા કેરિયરમાં તેમણે મધુમતિ, દેવદાસ, મુગલે આઝમ, ગંગા જમુના, રામ ઔર શ્યામ, કર્મા,સહિત અનેક હિટ ફિલ્મો આપી.  

 
 
 

અદાજ-બાબુલ-મેલા-દીદાર અને જોગન સહિત અનેક ફિલ્મોમા બિચારા પ્રેમીની ભૂમિકા નિભાવનારા દિલીપ કુમારને ટ્રેજેડી કિંગનો ખિતાબ આપવામાં આવ્યો હતો. દિલીપ કુમાર અગાઉ વર્ષ 1998માં આવેલ ફિલ્મ કિલામાં જોવા મળ્યા હતા. તેમણે વર્ષ 1991માં પદમ ભૂષણ અને વર્ષ 1994માં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.