શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 4 ઑગસ્ટ 2014 (17:01 IST)

અહો આશ્ચર્યમ ..... ધૂમ 3 નો ચીનની ટોપ 10 ફિલ્મોમાં સમાવેશ

અહો આશ્ચર્યમ ..... ધૂમ 3 નો ચીનની ટોપ 10 ફિલ્મોમાં સમાવેશ

મુંબઈ 
 
બોલીવુડની ઘણી ફિલ્મો ચીન ,રશિયા વગેરેમાં તહેલકો મચાવી ચૂકી છે. એટલું જ નહી અમેરિકા ,કેનેડા અને યુરોપના ઘણા દેશોમાં પણ હિન્દી ફિલ્મો સફળ રહી છે. આ યાદીમાં આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ધૂમ 3નો સમાવેશ થઈ ગયો છે. 
 
આમિર ખાનની ધૂમ 3 નો ચીનની ટોપ10 ફિલ્મોમાં સમાવેશ થઈ ગઈ છે. 25 જુલાઈ રોજ ચીનના 400 શહેરોમાં 2,000 સ્ક્રીન પર આ ફિલ્મ રજૂ થઈ  હતી. 
 
ફિલ્મના પ્રોડક્શન હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યશરાજ ફિલ્મસ બેનરની ધૂમ 3 આ પહેલાં તુર્કીમાં બોક્સ ઑફિસ પાર ધૂમ મચાવી ચૂકી છે.  એટલું ક અન્હી તુર્કીની ટોપ 10 ફિલ્મોમા સામેલ થનારી એકમાત્ર ભારતીય ફિલ્મ  હોવાનું ગૌરવ પ્રાઓત થયું હતું. હવે તેણે ચીનની ટોપ 10 ફિલ્મોની યાદીમાં નવમું સ્થાન બનાવી લીધું છે.