ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

આ વર્ષે ગૂગલ ટોપ પર સર્ચમાં સન્ની-સલમાન અને કેટરીના ટોપ પર રહી

તમે જાણો છો કે આ વર્ષે ગૂગલ પર કઈ વ્યક્તિની સૌથી વધુ સર્ચ કરવામાં આવી ? જવાબ છે સની લિયોન. જી હા.. એડલ્ટ ફિલ્મોથી બોલીવુડમાં ડગ માંડનારી સનીને એક હિટ ફિલ્મની હજુ જરૂર છે. પણ ગૂગલ સર્ચના બાબતે તેણે શાહરૂખ, કેટરીના અને સલમાન જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

રસપ્રદ વાત એ છે કે સર્ચ કરવામાં આવેલ ટોપ 10 હસ્તિયોમાં કોઈપણ રાજનેતા નથી. શાહરૂખ ખાન પાંચમા નંબર પર સરકી ગયા છે. ટ્વિટર ક્વીન પૂનમ પાંડે આ લિસ્ટમાં છે પણ તેમની હરીફ શેર્લિન ચોપડાને સ્થાન નથી મળ્યુ.

આ વર્ષે સંન્યાસ લેનરા સચિન તેંદુલકર પણ ખૂબ સર્ચ કરવામાં આવ્યા. રૈપની દુનિયામાં છવાયેલ યોયો હની સિંહનુ નામ પણ ગૂગલ પર છવાયેલા 'સિંઘમ' અને સ્પેશ્યલ 26' જેવી ફિલ્મો કરનારી કાજલ અગ્રવાલને તમે અહી જોઈને થોડા હેરાન થશો, પણ સાઉથમાં તેની વધતી લોકપ્રિયતાથી તે ખૂબ સર્ચ થઈ.