ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ઇન્દ્રકુમારની ફિલ્મમાં કિમ

'
IFM
મોહબ્બતે' જેવી મોટી ફિલ્મથી શરૂઆત કરનારી કિમ શર્મા પાછળથી બી-ગ્રેડની ફિલ્મોમાં જોવા મળી. ત્યાર બાદ તે ક્રિકેટ ખેલાડી યુવરાજના પ્રેમમાં એટલી ખોવાઈ ગઈ કે તેમણે કેરિયરને તરફ ધ્યાન જ ન આપ્યુ.

જ્યારે યુવરાજ સાથે તેમના સંબંધો તૂટી ગયા તો કિમને ફિલ્મોની યાદ આવી, પણ તે ખૂબ જ પાછળ રહી ગઈ હતી. કિંગ મોટા બ્રેકની રાહ જોઈ રહી હતી. છેવટે તેમનીઆતુરતાનો અંત આવ્યો

હિટ ફિલ્મોના નિર્માતા-નિર્દેશક ઈન્દ્રકુમારે કિમને પોતાની આવનારી ફિલ્મને માટે સાઈન કરી છે. 'ધમાલ'ની સફળતાથી ઉત્સાહિત ઈન્દ્રકુમારની આ ફિલ્મમાં હાસ્યનો ભરપૂર મસાલો જોવા મળશે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી, આશીષ ચૌધરી, જાવેદ જાફરી અને ટ્યુલિપ જોશી કામ કરી રહ્યા છે.

ઈન્દ્રકુમાર દ્વારા સાઈન કરવાથી ખુશ ફિલ્મમાં એક કૈથોલિક છોકરીની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મનુ શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થવાનુ છે. કિમનુ માનવુ છે કે આ ફિલ્મને કર્યા પછી તેનુ કેરિયર ફરી ગતિ પકડી શકે છે.