ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , મંગળવાર, 15 એપ્રિલ 2014 (16:07 IST)

કંગના રાણાવના કિસથી વીર દાસના હોઠમાંથી નીકળ્યુ લોહી..

આગામી ફિલ્મ "રિવોલ્વર રાની " ની  ટીમના એક સુત્રનુ કહેવુ છે કે ફિલ્મમાં એક આક્રમક  સ્વભાવવાળી સ્ત્રીનો રોલ કરતી અદાકારા કંગના રાણાવતે ફિલ્મના એક ચુંબન દ્રશ્યમાં પોતાના સહ કલાકાર વીર દાસને ખરેખર ઘાયલ કરી દીધા હતા. કંગના અને વીર વચ્ચે ચુંબન દ્રશ્ય દરમિયાન વીરના  હોઠમાંથી રક્તસ્ત્રાવ થઇ રહ્યો હતો .

સુત્ર કહે છે કે ફિલ્મના એક દૃશ્યમાં કંગનાને ધરપકડ કરવામાં આવે છે અને તેને જેલમાં લઇ જવામાં આવે છે,  ત્યારે કંગના કહે છે કે તેને એક જરૂરી કામ છે અને તે વીરને ખેંચીને એક રૂમમાં લઈ જાય છે અને એટલા જોરથી તે વીરને કિસ કરે છે કે એના  હોઠમાંથી લોહી નીકળવા માંડે છે. અત્યાર સુધી કોઇ પણ મહિલા અભિનેત્રીએ આવુ કર્યુ નથી.

આગામી 25 એપ્રિલે પ્રદર્શિત "રિવોલ્વર રાની" માં કંગનાએ એક ખૂબ જ આક્રમક અને પ્રભાવશાળી  રોલ કર્યો છે.  જ્યારે અગાઉની ફિલ્મ "ક્વિન"માં તેણે એક સરળ સ્થાનિક અને ઘરેલું આજ્ઞાકારી સ્ત્રીની ભૂમિકા ભજવી હતી .