શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 17 જુલાઈ 2014 (15:19 IST)

કબડ્ડીના મેદાનમાં આવી સોનાક્ષી, ખરીદી કબડ્ડી ટીમ

બોલીવુડની ખેલાડી નંબર વન અક્ષય કુમાર અને રેપર હની સિંહ પછી હવે વર્લ્ડ કબડ્ડી લીગ દ્વારા બોલીવુડની લકી ગર્લ કહેવાતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા પણ જોડાય ગઈ છે. જેણે સોમવારે યૂનાઈટેડ સિંહ નામની એક કબડ્ડી ટીમની જાહેરાત કરી. 
 
દબંગ ગર્લ સોનાક્ષીએ બ્રિટનના ધ હેયરે ગ્રુપની સાથે આ કબડ્ડી ટીમ ખરીદી છે. ઉલ્લેખનીય છે એક ડબ્લુકેએલની શરૂઆત નવ ઓગસ્ટથી લંડનમાં થશે અને સમાપન ભારતમાં થશે. આવુ પહેલીવાર બન્યુ છે જ્યારે સોનાક્ષી કોઈ રમત સાથે જોડાઈ છે. અહી મીડિયા અને પ્રશંસકો સાથેની વાતચીતમાં સોનાક્ષીએ કહ્યુ છે કે હુ વર્લ્ડ કબડ્ડી લીગનો ભાગ બનીને ઉત્સાહિત છુ. આ મારો પ્રથમ પ્રયાસ છે. કબડ્ડી તેજ ગતિથી ચાલનારી રમત છે અને હુ લીગની દરેક ગતિવિધિની તરફ જોઈ રહી ચુ. 
 
સોનાક્ષી પોતાની ટીમની સાથે વધુ ને વધુ સમય વિતાવવા માંગે છે. બોલીવુડ સ્ટાર લીગને લઈને સંપૂર્ણ રીતે તૈયાર છે. સોનાક્ષી લીગનો પુરો આનંદ ઉઠાવવા પોતાની શૂટિંગની તારીખોમાં પણ ફેરફાર કરાવશે. સોનાક્ષીએ લોકોને વર્લ્ડ કબડ્ડીનું સમર્થન કરવાનો આગ્રહ કર્યો જેથી કબડ્ડીને નવી દિશા મળે. 
 
ડબ્લુકેએલના પ્રમુખ પ્રગટ સિંહે કહ્યુ કે વર્લ્ડ કબડ્ડી લીગને વિવિધ સિતારો તરફથી મળી રહેલ સમર્થનને લઈને અમે ખૂબ ઉત્સાહિત છીએ. સોનાક્ષીના જોડાવવાથી આ લીગમાં ચાર ચાંદ લાગી ગયા છે.  અમને વિશ્વાસ છે કે આ લીગના પ્રશંસકોમાં મોટો વધારો થશે.