બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

કરીના લગ્ન કરવા માટે ઉતાવળી છે !!

IFM

અત્યાર સુધી લગ્નની વાતોથી ખુદને બચાવતી રહેતી સુંદર અભિનેત્રી કરીના કપૂર વર્તમાન દિવસોમાં લગ્ન કરવા માટે બેતાબ છે.

કરીના સેફ અલી ખાનની ફિલ્મ 'એજંટ વિનોદ' રજૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહી છે. કારણ કે કરીનાએ એલાન કર્યુ છે કે તે આવતા વર્ષે એજંટ વિનોદ રજૂ થયા પછી સેફ સાથે લગ્ન કરવાની છે.

લંડનમાં મેડમ ટૂસોડ્સ સંગ્રહાલયમાં પોતાની મીણની મૂર્તિનુ અનાવરણ કર્યા પછી કરીનાએ આ ચોખવટ કરી.

બંનેના લગ્ન સેફના પિતા નવાબ પટૌડીના અવસાનને કારણે ટળી ગયા હતા. હવે આવતા વર્ષે બંનેયે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.