શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 17 ડિસેમ્બર 2014 (16:00 IST)

ગૂગલ સર્ચ - સની લિયોને નરેન્દ્ર મોદીને પાછળ છોડ્યા

વર્ષ 2014માં ક્યા લોકોને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા ? ગૂગલે પોતે આ વાતની ચોખવટ કરી છે. ગૂગલે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક લિસ્ટ રજુ કરીને એ વસ્તુઓ અને લોકો વિશે જણાવ્યુ છે જેમને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા. 
 
ભારતમાં સૌથી વધુ શોધવામાં આવેલા લોકોની યાદીમાં સની લિયોનીનુ નામ સૌથી ઉપર છે. આ લિસ્ટમાં નરેન્દ્ર મોદી તેમની પાછળ રહી ગયા છે. જો કે સની પછી સૌતેહે વધુ મોદીને જ સર્ચ કરવામાં આવ્યા છે. 
 
ત્રીજા નંબર પર છે સલમાન ખાન અને ચોથા સ્થાન પર છે કેટરીના કેફ. પાચમા નંબર પર દીપિકા પાદુકોણ છે તો છઠ્ઠા સ્થાન પર છે આલિયા ભટ્ટ. 
 
સાતમા નંબર પર છે પ્રિયંકા ચોપડા પણ કિંગ ખાન મતલભ શહરૂખ ખાન ખૂબ જ પાછળ છે. તેઓ આઠમા સ્થાન પર છે.  શાહરૂખ ખાન ગયા વર્ષે ટોપ 10માં પણ નહોતા. નવમા સ્થાન પર છે પૂનમ પાંડે અને 10માં સ્થાન પર છે વિરાટ કોહલી. 
ટાઈમ મેગેઝીન દ્વારા દર વર્ષે ટાઈમ પર્સન ઓફ ધ ઈયર પસદ કરવામાં આવે છે. આ વર્ષે એવુ કહેવાતુ હતુ કે મોદીને આ ખિતાબ મળશે પણ ઈબોલા ફાઈટર્સે બાજી મારી લીધી. 
 
ઓનલાઈન વોટિંગમાં પણ મોદી સૌથી આગળ ચાલી રહ્યા હતા. પણ સમય પુરો થતા જ તેઓ અંતિમ આઠમાંથી બહાર થઈ ગયા. જો કે તેઓ 16 ટકા મતોની સાથે વોટિંગમાં સૌથી આગળ રહ્યા.  
 
ગૂગલ ટ્રેડસ ઈંડિયા મુજબ 2014માં જે 10 લોકોને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા તેમા મોદી એકમાત્ર રાજનીતિજ્ઞ છે. 
 
ગયા વર્ષે મોદી 10 સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા નેતાઓની યાદીમાં નંબર વન હતા પણ સૌથી વધુ સર્ચ કરવામાં આવતા લોકોની યાદીમાં સ્થાન નહોતા બનાવી શક્યા.