શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|

ચક દે ગર્લ સ્વાર્થી બિંદીયા હવે હોલીવુડમાં

શિલ્પા શુક્લાને એક આંતરરાષ્ટ્રીય સ્તરની અંગ્રેજી ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી

IFM

નવી દિલ્હી. ઓગસ્ટ, 2007માં રીલીઝ થયેલી સૌથી સફળ ફિલ્મ "ચક દે ઈન્ડિયા"માં સ્વાર્થી અને અભિમાની બિંદીયા નાયકની ભૂમિકા ભજવી ચૂકેલ અભિનેત્રી શિલ્પા શુક્લાને એક આંતરરાષ્ટ્રીય સ્તરની અંગ્રેજી ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી છે. એટલે કે તે હવે હોલીવુડમાં પ્રવેશ કરી રહી છે..

પ્રાપ્ત માહિતી મુજબ શિલ્પા અંગ્રેજી ફિલ્મ એક્સટ્રોસ્પેક્શનમાં મુખ્ય ભૂમિકા "ચારૂ"ના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મના દિગ્દર્શક અને લેખક માનનસિંહ કોટોહોરા હશે. કોટોહોરા લેસ્બિયન જેવા વિવાદાસ્પદ વિષય પર કિરણ મેટ કરણ ફિલ્મ બનાવી ચૂક્યા છે. આ ફિલ્મ રજૂઆત માટે તૈયાર છે. અને હવે તેઓ પોતાના નવા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે.
IFM

આ ફિલ્મના ડાયરેકટર કોટોહોરાએ જણાવ્યું હતું કે "સત્યજીત રેની ચારુલત્તાનું આ આધુનિક સ્વરૂપ હશે. ફિલ્મનું આ પાત્ર આધુનિક ન્યુયોર્ક શહેરમાં રહેતુ હશે. ફિલ્મનું શુટિંગ આ ઉનાળાથી ન્યુયોર્કમાં શરૂ થશે." શિલ્પા આ પહેલા કિરણ ખેર સાથે પાકિસ્તાની ફિલ્મ "ખામોશ પાની"માં કામ કરી ચૂકી છે.

જો કે શિલ્પાને સફળતા તો યશરાજ ફિલ્મ્સની "ચક દે ઈન્ડિયા"ના બિદીયાના પાત્રથી જ મળી છે, આ ફિલ્મની વાર્તા મુજબ ભારતની વુમન હોકી ટીમ વર્લ્ડ કપમાં શાનદાર જીત હાસિલ કરે છે.