શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 27 ઑગસ્ટ 2014 (17:09 IST)

જૂલી ગર્લ નેહા ધૂપિયાનો આજે બર્થ ડે

મુંબઈ 
 
બોલીવુડની જાણીતી અભિનેત્રી અને પૂર્વ મિસ ઈંડિયા નેહા ધૂપિયા આજે પોતાનો જ્ન્મદિવસની ઉઅજવણી કરી રહી છે. કેરલના કોચ્ચિમાં 21 ઓગસ્ટ 1980ના રોજ જ્ન્મેલા નેહા ધૂપિયાએ પોતાના અભિનય જીવનની શરૂઆત રંગમંચથી કરી હતી. 
 
વર્ષ 2002માં નેહા ધૂપિયા ફેમિના મિસ ઈંડિયામાં પોતાની કારકિર્દી 2003માં પ્રદર્શિત કયામતથી કરી હતી.આ ફિલ્મમાં નેહાની સામે અજય દેવગન હતો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. વર્ષ 2004માં પ્રદર્શિત ફિલ્મ જુલી નેહા ધૂપિયાની કારકિર્દી માટે મહ્ત્વપૂર્ણ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેણીએ સેક્સ વર્કરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં પોતાના દમદાર અભિનય દ્વ્રારા તેણે દર્શકો સહિત ફિલ્મ સમીક્ષ્કોન દિલ પણ જીત્યા હતા. 2005માં ફિલ્મ શીશામાં તેણે બેવડી ભૂમિકા ભજવીને દર્શકોને રોમાંચિત કરી દીધા હતા.
 
નેહા ધૂપિયાને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આવ્યાને દાયકો થઈ છોક્યો છે. તેની કેરિયરમાં અન્ય ઉલ્લેખનીય ફિલ્મોમાં ક્યા કૂલ હૈ હમ, ગરમ મસાલા, ચૂપ ચૂપ કે ,એક ચાલીસ કી લાસ્ટ લોકલ ,સિંઘ ઈજ કિંગ ,દે ધના ધન ,દસ કહાનિયા ,એકશન રિપ્લે અને ફંસ ગય્ર રે ઓબામાનો સમાવેશ થાય છે.