ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

દિપિકાએ ખરીદ્યો 16 કરોડ રૂપિયાનો ફ્લેટ

IFM

અભિનેત્રીઓનુ કેરિયર આમ પણ ટુંકુ જ હોય છે, તેથી તેઓ પોતાના ટોપ પર રહેવા દરમિયાન પૈસા એવી જગ્યાએ ઈંવેસ્ટ કરે છે જેના દ્વારા ભવિષ્ય સુરક્ષિત રહે. દીપિકા પાકુકોણે તાજેતરમાં જ 2776 સ્કે. ફીટવાળો ચાર બેડરૂમનો એપાર્ટમેંટ મુંબઈ સ્થિત પ્રભાદેવીમાં ખરીદ્યો છે

33 માળના ઉંચા આ ટાવરમાં દીપિકાનો ફ્લેટ 26માં માળે છે અને તેની કિમંત તેણે 16 કરોડ રૂપિયા ચુકવી છે. દીપિકાએ આ જગ્યા ખાસ કરીને એ માટે પસંદ કરી છે કે અહીંથી સિદ્ધિ વિનાયકનુ મંદિર નિકટ જ છે.

આ ફ્લેટ દીપિકા અને તેના પિતાના નામ પર છે અને તેમણે આની રજિસ્ટ્રી પણ કરાવી લીધી છે. દીપિકા હાલ પોતાના પરિવાર સાથે પાલી હિલ સ્થિત એપાર્ટમેંટમાં જ રહેશે.