શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

પૂનમ પાંડેનુ વિવાદાસ્પદ નિવેદન, 'ઘરમાં પુરૂષ સંતુષ્ટ થશે તો બહાર મોઢુ નહી મારે'

ગેંગરેપના માટે ખુદને દોષી ઠેરવતા નારાજ બિકની ગર્લ પૂનમ પાંડેનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયુ છે. પોતાની ભડાશ તેણે ટ્વિટર પર કાઢી છે. પૂનમે ટ્વિટ કર્યુ છે કે જો લોકો મને અને મારી ફોટોને મુંબઈ ગેંગરેપ માટે દોષી સમજી રહ્યા છે તો તેઓ સૌ પહેલા પોતાની જાતને તપાસી લે. જો કાયદો વ્યવસ્થામાં દમ ન હોય તો લોકો આવી જ વાતો કરે છે. ગેંગરેપ માટે પૂનમ પાંડે દોષી નથી..

સત્ય એ છે કે રેપ રોકવા હોય તો કાયદો અને વ્યવસ્થાને ચુસ્ત દુરસ્ત રાખવા પડશે અને તેનાથી પણ વધુ જરૂરી છે કે માણસોને ઘરમાં જ શારીરિક રૂપે સંતુષ્ટ કરવા પડશે જેથી તેઓ બહાર જઈને મોઢુ ન મારે કે બહાર ઉગ્ર રૂપ ધારણ ન કરે.

પૂનમે કહ્યુ કે ઘરમાં પૂરતા સાઘન હોવા જોઈએ જેથી માણસોને સેક્શુઅલ સંતુષ્ટિ થઈ શકે અને તેઓ મહિલાઓને પોતાની ભૂખ અને જિજ્ઞાસાનુ પાત્ર ન બનાવે. ટ્વિટર ક્વિને એકવાર ફરી વિવાદાસ્પદ ટિપ્પણી કરીને લોકોને બોલવાની તક આપી છે. જોઈએ હવે પૂનમના આ સ્ટેટમેંટ પર લોકોની શુ પ્રતિક્રિયાઓ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે મુંબઈ ગેંગરેપ પછી લોકોએ કહેવુ શરૂ કરી દીધુ છે કે પૂનમ પાંડે જેવી મહિલાઓની અશ્લીલ હરકતો અને અશ્લીલ ફોટોએ સમાજમાં રેપની ઘટનાને પ્રોત્સાહન આપ્યુ છે. જ્યારપછી પૂનમ પાંડે એકદમ ભડકી ગઈ હતી.