શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ફાંસી દ્વારા તો એ વહેંશીઓનો ઉદ્ધાર થઈ જશે...

P.R
દિલ્હી ગેંગ રેપ કાંડથી ક્રોધિત થઈને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કઠોર શબ્દોમાં બળાત્કારના દોષીઓ પ્રત્યે પોતાનો ગુસ્સો કંઈક આ રીતે રજૂ કર્યો.

અમિતાભે લખ્ગુ હતુ કે આ દર્દ જતુ નથી. અને ન ક્યારેય જશે. એ વૈશીઓનું કાંડ આપણા વિચારોમાંથી..

'"वो किसे दोषी ठहराए, और किसे दुखड़ा सुनाए, जब मिट्टी साथ... मिट्टी के करे अन्याय' ~ हरिवंश राय बच्चन
(અર્થાત ... જ્યારે માટી જ માટી સાથે કરે અન્યાય તો દોષી કોણ ? - હરિવંશરાય બચ્ચન)

અમિતાભે આગળ લખ્યુ છે કે સજા તો મળવી જોઈ, અને તે પણ એકદમ કડક, એ જાનવરોને, જેમણે એ સાબિત કરી દીધુ કે તેમનો ચેહરો કીચડથી ખરડાયેલો તો છે જ, પણ સાથે જ જે ખોળામાં જન્મ્યા તેનુ કેટલુ અપમાન કર્યુ.

ના જાણે કેમ પોલીસે એમાંથી કેટલાકને જ્યારે પકડ્યા તો પોલીસ સ્ટેશને તેમના ચેહરા પર કપડું નાખીને કેમ લઈ ગયા. ખોલો મોઢુ તેમનુ.. અમે એ વહેશી જાનવરોનો ચેહરો જોવા માંગીએ છીએ, અને ઈચ્છીએ છીએ કે તેઓ પણ જુએ કે અમે તેમને કંઈ નજરથી જોઈએ છીએ. દેશનો કાયદો જો તક આપતો હોય તો તેમને બજારમાં ખુલ્લા જ છોડી દેવા જોઈએ હતા. પછી અમે બધા પોતે જ અમારો કાયદો તેમને બતાવી દેતા. તેમની સાથે પણ એ જ હરકત કરવામાં આવતે, જે તેમણે એ બિચારી યુવતી સાથે કરી. ત્યારે તેમને ખબર પડતી, અને સમાજના બીજા વહેંશીઓને પણ જાણ થતી કે બળાત્કારનો મતલબ શુ હોય છે.

ફાંસી થવાથી તો તેમનો ઉદ્ધાર થઈ જશે.. તેમને રડી રડીને જીવવુ જોઈએ.. Chemical castration કે પછી બીજા પ્રકારના દંડ પછી !!!

અમિતાભના આ સંવાદને વીડિયોના માધ્યમથી પણ લોકોને શેર કર્યો છે