ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , શુક્રવાર, 21 નવેમ્બર 2014 (15:06 IST)

ફિલ્મોની આંકડાકીય માયાજાળને લઈને આમિરખાને ચોંકાવનારો ખુલાસો આપ્યો

બોલીવુડમાં આજકાલ ફિલ્મોની સફળતાનો નવો ટ્રેંડ આવ્યો છે . પહેલાં સો કરોડથી વધુ કમાણી કરતી ફિલ્મ હીટ કહેવાતી હતી અને હવે તે આંકડો વધીને ત્રણસો કરોડ સુધી પહોંચી ગયો છે.આ આંકડાને પાર  કરનારી ફિલ્મોને સુપરહીટ ગણવામાં આવે છે. 
 
તમને જણાવી દઈએ કે આમિર ખાનની ઘણી ફિલ્મોએ સો કરોડથી પણ વધુ કમાણી કરી છે. અને ઘણી ફિલ્મોએ તો બોક્સ ઓફિસ પર બધી ફિલ્મોના રેકાર્ડ પણ તોડી નાખ્યા છે. તેમની થ્રી ઈડુયટ સૌથી વધુ કમાણી કરનારી હીટ ફિલ્મ કહી શકાય. આમિર ખાને એક પ્રેસ કોંફરંસમાં જણાવ્યું હતું કે આ આંકડાઓ ફિલ્મોના નિર્માતા અને અભિનેતાઓ આપે છે. અને તેમાંથી 99 ટકા આંકડા ખોટા હોય છે. આંકડાઓને વધારીને ખોટા પ્રજા સામે રજૂ કરવામાં આવે છે અને લોકો આ વાતનો વિશ્વાસ પણ કરી લે છે. 
 
આ સાથે તેમણે વધુ ચોકાંવનારી બાબ્તો કહેતા જણાવ્યું કે હું મારા પોતાના અનુભવથી આ વાત કહી રહ્યો છું . હકીકતમાં બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આ અંગે સાચી માહિતી હોય છે. બિઝનેસ જગતમાં આ વાત છુપી રહેતી  નથી. અમને ખબર હોય છે ,કે વાસ્તવમાં ફિલ્મોએ સાચી કેટલી કમાણી કરી હોય છે. ઘણી વખત ફિલ્મોને દર્શકો પસંદ નથી કરતા ત્યારે નિર્માતા ખોટી માહિતી બહાર પાડે છે. હું તો એટલે જ જણાવીશ કે જ્યારે દર્શકોને ફિલ્મ પસંદ ના આવે તો ચાલે જ નહી.