બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

બિપાશા વ્હાલી કે બાઈક ?

N.D
બિચારી બંગાળી બાળા બિપાશા બાસુને સમજાતુ નથી કે તેમના બોયફ્રેન્ડ જોન અબ્રાહમને એ પોતે વ્હાલી છે કે બાઈક. જોનનો બાઈક પ્રેમ કોઈનાથી છુપ્યો નથી. મિત્રો સાથે પણ એ વાતચીત દરમિયાન તેમનો વિષય ફરી-ફરીને બાઈક પર જ આવી ટકે છે.

બિપાશાને મોટેભાગે તે બાઈક પર ફરવા લઈ જવાનુ જ પસંદ કરે છે, પરંતુ બાઈક પર બેસતા પહેલા એ બિપાશાને એટલા સૂચનો આપે છે કે બિપ્સ સાંભળી-સાંભળીને કંટાળી જાય છે. હવે તો તેણે જોન સાથે બાઈક પર બેસવાનુ જ બંધ કરી દીધુ છે.

જોનનુ કહેવુ છે કે બાઈક પર બેસતા વાગે નહી એ માટે હું બિપાશાને કેવી રીતે બેસવુ એ સમજાવુ છુ. તેઓ તો એટલી હદ સુધી કહે છે કે તેઓ બાઈકને પત્નીની જેમ પ્રેમ કરે છે અને એને કોઈ ટચ કરે એ તેમને ગમતુ નથી.

બિપાશાને એવુ લાગે છે કે જોન તેને બદલે બાઈકને વધુ પ્રેમ કરે છે અને બાઈક તેન એક સોતન જેવી લાગે છે.