ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 2 જૂન 2015 (16:38 IST)

બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી 27 વર્ષની થઈ

બોલીવુડની દબંગ ગર્લ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો આજે 2 જૂન ના રોજ જન્મદિવસ છે. 2 જૂન 1987ના રોજ પટના જીલ્લામાં જન્મેલી સોનાક્ષી સિન્હા એક સ્ટાર ફેમીલીથી બિલોંગ કરે છે. સોનાક્ષીના પિતા શત્રુધ્ન સિન્હા પોતાના સમયના સુપરસ્ટાર રહી ચુક્યા થેહે. તેથી સોનાક્ષી પણ ફિલ્મી દુનિયાથી દૂર ન રહી શકી અને બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મ દબંગ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી. 
 
વધુ ફિલ્મમાં પોતાના અભિનયથી સોનાક્ષીએ દર્શકો વચ્ચે પોતાનુ સ્થાન બનાવી લીધુ. ત્યારબાદ સોનાક્ષીએ ક્યારેય પાછળ વળીને જોયુ નથી. દબંગ 2, રાવડી રાઠોર,  આર રાજકુમાર, હોલીડે,  જેવી સુપરહીટ ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કર્યુ. પણ પોતાની ફિલ્મ લુંટેરામાં કરવામાં આવેલ અભિનયથી ફિલ્મ ક્રિટિક્સના દિલમાં પણ પોતાનુ વિશેષ સ્થાન બનાવ્યુ. સોનાક્ષીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.