ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑગસ્ટ 2014 (17:03 IST)

બોલીવુડમાં વધુ એક પૂનમ પાંડેનું આગમન

મુંબઈ
 
બોલીવુડમાં પૂનમ પાંડે નામની વધુ એક અભિનેત્રીનું આગમન થયું છે. હાલમાં તે પોતાની નવી ફિલમમાં આપેલા બોલ્ડ એંડ ન્યુડ પોસ્ટરના કારણે ચર્ચામાં છે. બોલીવુડમાં સીનિયર પૂનમ પાંડે ટ્વિટર કવીન તરીકે ઓળખાય છે. જે વારંવાર પોતાના અંગ પ્રદર્શન કરતાં ફોટા શેર કરે છે. 
 
ફિલ્મ ટ્રીપ ટૂ ભવાનગઢ દ્વારા ફિલ્મી કેરિયર શરૂ કરનારી નવોદિત અભિનેત્રીનું નામ પણ પૂનમ પાંડે છે. ટ્વિટર કવીન પૂનમ પાંડેને ટક્કર આપવા આવેલી આ અભિનેત્રી પોતાની પહેલી જ ફિલ્મના પોસ્ટરમાં ટોપલેસ દેખાઈ રહી છે . ફિલ્મ રિલીઝ થાત તે પહેલા જ પૂનમ પાંડે પોતાના નામને કારણે માધ્યમોમાં ખૂબ જ દેખાઈ રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે મોડલ અને  એકટ્રેસ પૂનમ પાંડે ખૂબ જ જાણીતું નામ છે. તેના નામને કારણે આ નવોદિત અભિનેત્રીએ એક પત્રકારે પૂછી બેઠો હતો કે પૂનમ પાંડે ક્યારે આવશે. જે બાદ તેણે પોતાના નામ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી. 
 
પૂનમની આ ફિલ્મ હોરર પ્રકારની છે. જેને જિતેન્દ્ર પવારે રાજ્સથાનના અલવર જિલ્લાના ભૂતીયા કિલ્લા ભાન ગઢમાં શૂટ કરી છે. એવું કહેવાય છે કે શૂટિંગ દરમિયાન પૂનમ ડરી નહોતી પરંતુ પોતાના જેવું જ નામ ધરાવતી પૂનમ પાંડેના કારણે આવનારી મુશ્કેલીના કારણે જરૂર ડરેલી છે. 
 
22 ઓગ્સ્ટના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ દ્વ્રારા પૂનમ પાંડે પોતાની એકટિંગ દ્વારા દર્શકોને કેટલા પ્રભાવિત કરી શકે છે તે જોવું રહ્યું .