ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

મારી એડલ્ટ છબિની મારી ફિલ્મો પર કોઈ અસર નહી થાય - સન્ની લિયોન

એકવાર ફરીથી પોર્નસ્ટાર સન્ની લિયોને જણાવ્યુ છે કે તેની એડલ્ટ છબિની તેમની આવનારી ફિલ્મો પર કોઈ અસર નહી થાય. સન્નીએ કહ્યુ કે તેને પોર્ન સ્ટાર તરીકેની ઓળખ સામે કોઈ વાંધ નથી અને કોઈ તેને પોર્ન સ્ટાર કહીને બોલાવે છે તો તેને ખોટુ પણ નથી લાગતુ.

દુનિયાની ચિંતા ન કરનારી અને હંમેશા પોતાના દિલની વાત સાંભળનારી સન્ની લિયોનને વિશ્વાસ છે કે એક બોલીવુડ અભિનેત્રીના રૂપમાં લોકો તેને જરૂર પસંદ કરશે. તેની આવનારી ફિલ્મો જેકપોટ, રાગિણી એમએમએસ 2 અને ટીના એંડ લોલો તેના કેરિયરની એક નવી દિશા નક્કી કરશે. પોતાની ફિલ્મોને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે. પણ પોતાની પોર્ન ઈમેજની કારણે હંમેશા વિવાદ અને આલોચનાનો શિકાર થાય છે. પણ બિંદાસ સન્નીને પોતાની આ ઈમેજની કોઈ શરમ નથી પણ અભિમાન છે. તાજેતરમાં જ સન્નીએ એક વાતચીતમાં કહ્યુ કે તેને કોઈ ફરક નથી પડતો કે લોકો એક પોર્નસ્ટાર કહે છે. હુ જે હતી તે જ છુ અને આગળ પણ એ જ રહીશ. હા, સન્ની લિયોને એક વાત જરૂર કહી છે કે તેણે જે ફિલ્મો સાઈન કરી છે તે તેની પોર્ન ઈમેજને જ નહી પણ તેના અભિનયના કૌશલને પણ બતાવશે. જો કે આવો વિશ્વાસ તેને સાઈન કરનારા નિર્માતા નિર્દેશક પણ બતાવી રહ્યા છે. જોવાનુ એ છે કે હવે લોકો સન્નીના અભિનયને પસંદ કરે છે કે નહી.