શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 15 જુલાઈ 2014 (17:29 IST)

'મેરી કોમ' માં પ્રિયંકાની બોડી જોઈને લોકોને થયુ આશ્ચર્ય, બોલી અભિનેત્રી ટ્રેનિંગની છે કમાલ

પ્રિયંકાની જે ફિલ્મની રાહ જોવાય રહી છે તે ફિલ્મ 'મેરી કોમ'નુ પોસ્ટર રજૂ થઈ ગયુ છે. ભારતની જાણીતી બોક્સર અને ઓલિમ્પિક મેડલ વિજેતા મૈરી કોમના જીવન પર આધારિત આ ફિલ્મમાં પ્રિયંકા એકદમ નવા લુકમાં જોવા મળશે. આ પોસ્ટર જોઈને જ સ્પષ્ટ થાય છે. પ્રિયંકાની બોડી અને તેના મસલ્સ જોઈને ફેંસ નવાઈ પામ્યા છે.  એક ફેને જ્યારે ટ્વિટર પર પ્રિયંકાને આનુ રહસ્ય પુછયુ તો તેણે કહ્યુ 'આ બે વર્ષની ટ્રેનિંગની કમાલ છે બેબી" 
 
 
બધુ જ યા હોમ કરી નાખ્યુ - આ ફિલ્મ 5 સપ્ટેમ્બરના રોજ રજૂ થઈ રહી છે. પોસ્ટર રજૂ થયા પછી પ્રિયંકાએ સોમવારે રાત્રે ટ્વીટ કર્યુ 'દિલ, રક્ત, પરસેવો, આત્મા.. મે આમા બધુ જ આપ્યુ છે. હવે આ બધુ તમારે હવાલે' ત્યારબાદ યુઝર્સ તરફથી પ્રિયંકા માટે શુભેચ્છાની લાઈન લાગી ગઈ. સૌએ કહ્યુ કે તેમની આ ફિલ્મ સુપરહિટ સાબિત થશે. એક યૂઝરે તો પ્રિયંકાના લુકમાં આવેલ જોરદાર ફેરફારને જોઈને તેમને  'ગિરગિટ' (કાંચિડો)કહ્યા છે. એકે કહ્યુ કે જ્યારે ફિલ્મનુ પોસ્ટર જોઈને જ લોકોની આ હાલત છે તો ટ્રેલર આવ્યા પછી શુ થશે ? 
 
પ્રિયંકાએ ખૂબ મહેનત કરી -  ફિલ્મના ડાયરેક્ટર ઓમંગ કુમાર અને પ્રોડ્યુસર સંજય લીલા ભંસાલી છે. એવુ કહેવાય છે કે પ્રિયંકાએ આ ફિલ્મ માટે ખૂબ જ પરસેવો પાડ્યો છે. બોક્સર મૈરી કોમનુ લુક મેળવવા તેમના જેવા ગઠીલા શરીર માટે પ્રિયંકાએ બોક્સિંગ શીખવા ઉપરાંત વર્કઆઉટ પણ કર્યુ.