ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

રણબીરને પસંદ છે ફુટબોલ

IFM
બોલીવુડના મોટાભાગના કલાકારોને ક્રિકેટ ખૂબ જ પસંદ છે. કેટલાકની પાસે પોતાની ટીમો છે. જે ટીમના માલિક નથી. તેઓ ટીવી પર ક્રિકેટનો આનંદ ઉઠાવે છે. પરંતુ રણબીર કપૂરની વાત જુદી છે. રણબીરને ક્રિકેટ નહી પરંતુ ફુટબોલ વધુ ગમે છે.

રણબીરનુ માનવુ છે કે આ રમતમાં જે ગતિ અને ઉર્જા છે તે બીજી રમતોમાં જોવા નથી મળતી. તેથી તે ફુટબોલને રોમાંચક રમત માને છે. અભિનયમાં વ્યસ્ત હોવાને કારણે રણબીરને રમવાનો સમય નથી મળતો, પરંતુ જ્યારે પણ તક મળે છે તે પોતાનો શોખ પૂરો કરી લે છે. સાથે જ રણબીર ટીવી પર ફુટબોલ જોતો રહે છે અને મોટી સ્પર્ધાઓની મેચ તે છોડતા નથી.