શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

રાજનીતિમાં સોનિયાની જીંદગીની છાપ નથી - પ્રકાશ ઝા

જાણીતા ફિલ્મકાર પ્રકાશ ઝા એ સ્પષ્ટ કર્યુ છે કે તેમની આગામી ફિલ્મ 'રાજનીતિ'ની સોનિયા ગાંઘીની જીંદગી સાથે કોઈ સમાનતા નથી અને જો તેઓ ઈચ્છે તો તેમને માટે જુદી સ્ક્રીનિંગ કરવામાં આવશે. પ્રકાશ ઝા એ કહ્યુ - જો શ્રીમતી ગાંઘી ફિલ્મ જોવા માંગે તો અમે ખુશી પૂર્વક તેમને ફિલ્મ બતાવીશુ.'

તેમણે કહ્યુ - સોનિયા ગાંઘીનુ જીવન સંઘર્ષ ભર્યુ રહ્યુ છે અને તેમણે ઘણુ મેળવ્યુ છે તેમની વાર્તા પ્રેરક છે અને તેના પર એક જુદી ફિલ્મની જરૂર છે. 'રાજનીતિ'ની વાર્તા અને કેટરીના કેફના પાત્રની તેમની સાથે કોઈ સમાનતા નથી.'
IFM
ઝા એ કેટરીનાના વખાણ કરતા કહ્યુ કે લોકોને તેના વખાણ કરવા જોઈએ, જેમણે હિન્દી બોલવામાં પડતી મુસીબતો છતા તેને સુધારવાનો પ્રયત્ન કર્યો. તેમને ફિલ્મને એક વ્યવસાયિક, મનોરંજક ડ્રામા તરીકે ઓળખાવી.

ઝા કહે છે કે 'આ શાસનની રાજનીતિ નથી પરંતુ દરેક દિવસની રાજનીતિ છે. જેમા ખાનગી વિશ્વાસ, લાલચ અને વિશ્વાસઘાત છે. રાજનીતિ કોઈ ઉપદેશાત્મક ફિલ્મ નથી. હું રાજનીતિ સમજવાની કોશિશ કરી અને બધા સાથે મારી વાર્તા સાથે પરિચય કરાવ્યો.'

અગાઉની સામાન્ય ચૂંટણીમાં હારી ચુકેલ ઝા કહે છે કે તેઓ હવે બીજીવાર ચૂંટણી નહી લડે.