શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

રાસ્કલ્સ : ટ્રેલર

દશેરાના દિવસે મોટી ફિલ્મોના રજૂ થવાના રિયાજ બોલીવુડમાં વર્ષોથી ચાલી આવી રહ્યુ છે. આ વખતે 6 ઓક્ટોબરન રોજ 'રાસકલ્સ' નામની ફિલ્મ રજૂ થવા અજી રહી છે. ફિલ્મનું નિર્દેશન ઘણી સુપરહિટ ફિલ્મ આપનારા ડેવિડ ઘવને કર્યુ છે. ડેવિડ જો ફિલ્મના નિર્દેશક છે તો તેમાં કોમેડી હોવી નક્કી છે. રાસકલ્સમાં પણ ઘણા હાસ્ય દ્રશ્યોનો મસાલો છે, જે દર્શકોને હસાવવામાં કોઈ કસર નહી છોડે.

ફિલ્મમાં ઢગલો સારા એક્ટર્સ છે. સંજય દત્ત, અજય દેવગન, કંગના, અર્જુન રામપાલ, ચંકી પાંડે અને સતીષ કૌશિક જેવા કલાકાર આકર્ષણુ કેન્દ્ર છે. સંજય દત્ત પ્રોડક્શન પ્રા. લિ. અને રૂપાલી ઓમ ઈંટરટેનમેંટ પ્રા.લિ એ મળીને આ ફિલ્મનુ નિર્માણ કર્યુ છે.