શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , બુધવાર, 26 નવેમ્બર 2014 (10:12 IST)

રિતેશ દેશમુખ-જેનેલિયાને ઘરે આવ્યો નાનકડો મહેમાન

બોલીવુડની મશહૂર જોડી અભિનેત્રી જેનેલિયા ડિસૂજા અને રિતેશ દેશમુખના ઘરે નવો મહેમાન આવ્યો છે. જેની માહિતી રિતેશે પોતાના ટ્વિટર પર ટ્વીટ કરીને પોતાના ફેંસને આપી. રિતેશે ટ્વીટ કરતા પોતાની ખુશી દર્શાવી છે.  રિતેશે ટ્વીટમાં લખ્યુ. 'આ એક છોકરો છે.  આ ટ્વીટ પછી રિતેશને શુભેચ્છા આપનારાઓની લાઈન લાગી ગઈ. 

 
 
રિતેશના ટ્વિટર હૈંડલ પર ઘણા બધા શુભેચ્છા સંદેશ આવી રહ્યા છે. જ્યા કરણ જોહર અને અભિષેક જેવી હસ્તિયો તેમને શુભેચ્છા આપી રહી છે. બીજી બાજુ વરુણ ધવને પણ તેમને શુભેચ્છા પાઠવી અને તેમના પુત્રનો ફોટો શેર કરવા માટે કહ્યુ. 
 
ઉલ્લેખનીય છે કે જેનેલ્રિયા અને રિતેશના લગ્ન ફેબ્રુઆરી 2012માં થયા હતા. બંને તાજેતરમાં જ સલમાન ખાનની બહેન અર્પિતાની રિસેપ્શન પાર્ટીમાં જોવા મળ્યા હતા.