ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

લકી સલમાન

IFM
ઘણી ફ્લોપ ફિલ્મ બનાવનારા બોની કપૂર હવે સલમાન ખાનને પોતાને માટે લકી માનવા લાગ્યા છે. સલમાનની સાથે તેમણે હિટ ફિલ્મ 'નો એંટ્રી' બનાવી હતી, અને તાજેતરમાં રજૂ થયેલ ફિલ્મ 'વોંટેડ' પણ સારી સફળતા મેળવી રહી છે.

બોની આગામી ફિલ્મ પણ સલમાનને લઈને જ બનાવશે, જે 'નો એંટ્રી'ની સિકવલ ફિલ્મ હશે. આનુ નામ રહેશે 'બી પોઝીટીવ - નો એંટી 2'. આ ફિલ્મમાં એ બધા કલાકાર જોવા મળશે, જે નો એંટ્રીમાં હતા. આ ફિલ્મની ખાસિયત એ રહેશે કે અનિલ કપૂર, સલમાન ખાન અને ફરદીન ખાન ડબલ રોલમાં જોવા મળશે.

હાલ બોની કપૂર 'વોંટેડ'ની સફળતાનુ જશ્ન મનાવવાના મૂડમાં છે અને આવતા અઠવાડિયે તેઓ એક શાનદાર પાર્ટી આપવાના છે. તેઓ શ્રીદેવીને લઈને પણ એક ફિલ્મ બનાવવાના છે.