શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 9 જુલાઈ 2014 (15:10 IST)

લ્યો બોલો ,હની સિંહના ગીતો તેની પત્નીને જ નથી ગમતાં

લ્યો બોલો ,હની સિંહના ગીતો તેની પત્નીને જ નથી ગમતાં

જાણીતો રેપર યો યો હની સિંહ પરણિત છે તે ખૂબ ઓચા લોકો જાણતા હશે. રેપર મ્યુઝિક પ્રોડયુસર સિંગર અને ફિલ્મ એકટર હની સિંહનું સાચું નાૢઅ હિરદેશ સિંઘ છે જેનો જ્ન્મ 1984માં હોશિયારપુરમાં થયો હતો. સૌથી મહત્વની વાત એ છે કે તેને હની નામ તેની માતાએ જ આપ્યું હતું .
 
પોતાના બોલ્ડ ગીતોને કારણે જાણીતો હની સિંહ ઘણી વખત આ વાત મીડિયા સમક્ષ પણ કહી ચૂકયો છે. જાણીતા અખબાર સાથે વાત કરતા યો યો હનીસિંહે જણાવ્યું હતું કે તેની પત્નીને તેના ગીત બિલકુલ પસંદ નથી. 
 
હની સિંહે જણાવ્યું હતું કે તેને મારા ગીતો પસંદ નથી મારા માનવા મુજબ તે મારા ગીતેને નફરત કરે છે.બસ કઈ જણાવતી નથી . મારી પત્નીને રોમાંટિક ગીતો જ પસંદ છે અને હનીએ રોમાંટિક ગીતો ગાયા નથી . પરંતુ મારું એક ગીત તેણી રોજ સાંભળવાનું પસંદ કરે છે. હની સિંહ કહે છે કે બ્રાઉન રંગ ગીત તેને ખૂબ ગમે છે અને મારી પાસે રોજ ગવરાવે છે. 
 
યોયો ફેમે ગુજરાતી ,તમિલ પંજાબી સહિત ઘણી પ્રાદેશિક ભાષાઓમાં ગીત ગાયા છે અને હજુ પણ ગાવાની ઈચ્છા ધરાવે છે.  એક અહેવાલ મુજબ હાલમાં તે ગીત ગાવાનો સૌથી વધુ ચાર્જ વસૂલ કરે છે. તેણે મસ્તાન ફિલ્મામાં ગીત ગાવા માટે રૂપિયા 70 લાખ ફી વસૂલી હોવાનું કહેવાય છે. જ્યારે સોનું નિગમ 10-12 લાખ અને મિક આ સિંહ 10 લાખ વસૂલે છે.