ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (16:32 IST)

વેશ્યાવૃતિના આરોપમાં પકડાયેલી અભિનેત્રી શ્વેતા બાસુનો જેલમાંથી છુટકારો થયો

હૈદરાબાદ 
 
વેશ્યાવૃતિના આરોપમાં પકડવામાં આવેલી અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદને આજે મોટી રાહત મળી હતી. તેણીને રેસ્ક્યુ હોમમાંથી મુક્ત કરવામાં આવી હતી. હૈદરાબાદની નામપલ્લી સેસ્ન્સ કોર્ટે શ્વેતાને મુક્ત કરાવનો આદેશ આપતાં કહ્યું હતું કે  તે પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહી શકે છે. 23 વર્ષીય શ્વેતા છેલ્લા બે મહિનાથી રેસ્ક્યુ હોમમાં રહેતી હતી. 
 
આ કેસમાં નિચલી અદાલતે શ્વેતાને 6 મહિના સુધી રેસ્કયુ હોમમાં રહેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ શ્વેતાની માતાએ આ નિર્ણયની વિરૂદ્ધમાં સેશંસ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટના ચૂકાદા બાદ આખરે તેણી પોતાની બેટીને છોડવવામાં સફળ રહી હતી. 
 
મકડી અને ઈકબાલ જેવી ફિલ્મોમાં બાળ કળાકાર તરીકે કામ કરનારી શ્વેતા બાસુ પ્રસાદને સપ્ટેમ્બર મહિનામાં હૈદરાબાદ પોલીસ ધરપકડ કરી હતી. હૈદરાબાદની જાણીતી બંઝારા હિલ્સની એક હોટલમાં જ્યારે પોલીસે છાપો માર્યો ત્યારે શ્વેતા કઢંગી હાલતમાં મળી આવી હતી.