શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

શરૂઆતમાં મારો અભિનય સારો નહોતો - પ્રિયંકા

N.D
પોતાના દમદાર અભિનયથી ધૂમ મચાવી રહેલી પ્રિયંકા ચોપડાએ એક ઈંટરવ્યૂમાં વીતેલા દિવસોને યાદ કર્યા. જેમા તેણે પોતાની પહેલી ફિલ્મની ચર્ચા કરી છે. પ્રિયંકાના મુજબ છ વર્ષ પહેલા ફિલ્મ 'અંદાજ'માં તેણે જે કામ કર્યુ હતુ એ આજના હિસાબે સારુ નહોતુ. તેમના શબ્દો છે - હુ વિચારુ છુ કે આજના મુકાબલે હું ત્યારે કેટલી ખરાબ અભિનેત્રી હતી, જ્યારે મેં કામ શરૂ કર્યુ હતુ. તેમને લાગે છે કે હવે તેમનો અભિનય યોગ્ય બની રહ્યો છે. સાથે-સાથે એ એવુ પણ કહે છે કે તેણે કંઈક શીખ્યુ જરૂર છે, પરંતુ હજુ તેણે ઘણુ શીખવાનુ છે.

પ્રિયંકાનો અભિનય સુધર્યો કે નહી એ મહત્વનુ નથી, મહત્વનુ તો એ છે કે એ પોતાના કામનુ અવલોકન કરતી રહે છે. આ વાત જ મોટી છે. જે પોતાના કામનુ અવલોકન કરશે એ જ તો સમજી શકશે કે તેણે શુ યોગ્ય કર્યુ અને શુ નહી. જો પ્રિયંકા આ રીતે જ પોતાના કામનુ અવલોકન કરતી રહેશે તો આપણને જરૂર ભવિષ્યમાં તેની સારી ફિલ્મો જોવા મળશે.