શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 7 મે 2016 (00:15 IST)

શાહરુખ ખાન અને મનોજ બાજપેયી ફરી એકવાર સાથે ચમકશે

સુપરસ્ટાર શાહરુખ ખાન અને સુપર-અભિનેતા મનોજ બાજપેયી ફરી એકવાર રૃપેરી પરદા પર સાથે ચમકશે એવી માહિતી વિશ્વસનીય સૂત્રો તરફથી મળી હતી.   તાજેતરમાં હંસલ મહેતાની ફિલ્મ અલીગઢમાં જોરદાર રોલ કરી ચૂકેલો મનોજ હાલ પોતાની લેટેસ્ટ ફિલ્મ ટ્રાફિકના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં એણે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલનો રોલ કર્યો છે. એ માટે એણે મુંબઇ પોલીસના ટ્રાફિક વિભાગના અધિકારીઓ પાસે માર્ગદર્શન પણ મેળવ્યું હતું.

   તાજેતરમાં પોતાની રઇસ ફિલ્મ વિશે બોલતાં શાહરુખ ખાને એેવો પણ અણસાર આપ્યો હતો કે હું અને મનોજ ફરી એક ફિલ્મમાં સાથે દેખાવાના છીએ. શાહરુખે એમ પણ કહ્યું કે મેં સત્યઘટના પર આધારિત ફિલ્મ અલીગઢ જોઇ હતી અને મને મનોજનો અભિનય ખૂબ પસંદ પડયો હતો. મનોજની લેટેસ્ટ ફિલ્મ ટ્રાફિક રજૂ થવાની હું વાટ જોઇ રહ્યો છું.
   અત્યાર અગાઉ શાહરુખ ખાન અને મનોજ વાજપેયીએ યશ ચોપરાની સુપરહિટ ફિલ્મ વીરઝારા સાથે કરી હતી.