શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: કલકત્તા , સોમવાર, 11 ઑગસ્ટ 2014 (09:55 IST)

શાહરૂખ ખાને મહિલા પોલીસ કૉસ્ટેબલ સાથે ડાંસ કરતા હોબાળો

. બોલીવુડના કિંગ ખાન મતલબ શાહરૂખ ખાને એક મહિલા પોલીસ કૉસ્ટેબલને કારણે ચર્ચામાં આવી ગયા છે. આનંદ બજાર પત્રિકામાં છપાયેલ સમાચારનુ માનીએ તો કલકત્તા પોલીસના એક કાર્યક્રમમા હાજરી આપવા પહોંચેલ શાહરૂખે મંચ પર જ એક મહિલા પોલીસ કૉસ્ટેબલની સાથે ડાંસ કર્યો જ્યાર પછી બવાલ મચી ગઈ. 
 
તેમના આ કાર્યક્રમ પછી કલકત્તા પોલીસના જ કેટલાક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે કેવી રીતે કોઈ પોલીસ કૉન્સટેબલ કે અધિકારી ડ્યુટી પર રહેતા આ પ્રકારની હરકત કરી શકે છે.  
 
જો કે ત્યારબાદ સંયુક્ત કમિશ્નરે આ મામલાને સાચવતા કહ્યુ કે આ એક સામાજીક કાર્યક્રમ હતો અને આ વાતને આપણે સકારાત્મક રૂપમાં જોવી જોઈએ. જ્યારબાદ જઈને આ મામલો ઠાળે પડ્યો. અત્રે એ ઉલ્લેખનીય છે કે શાહરૂખ બંગાળ ટુરીઝમના બ્રાંડ એમ્બેસેડર પણ છે. આ અવસર પર બંગાળની સીએમ મમતા બેનર્જી પણ હાજર હતી.