બુધવાર, 17 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

શુ દિયાના સપના ચુરચુર થશે ?

N.D
બોલીવુડ અભિનેત્રી દીયા મિર્જા હાલ થોડી નારાજ જોવા મળી રહી છે. દિયાની નારાજગી તેમના મિત્ર સંજય ગુપ્તા સાથે છે. જેમની ફિલ્મ 'એસિડ ફેક્ટરી'માં એ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. વાત એમ છે કે દિયા આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અને આ ફિલ્મમાં થઈ રહેલ વિલંબને લઈને ખૂબ જ પરેશાન છે. દિયાનુ માનવુ છે કે આ ફિલ્મમાં તેમનુ પાત્ર પડકારરૂપ છે અને આ ફિલ્મ બોલીવુડમાં તેમનુ જોરદાર કમબેક કરાવવા સક્ષમ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં દીયાનો નકારાત્મક રોલ છે અને છ નાયકો વચ્ચે એ એકલી નાયિકા છે. આર્થિક મંદીને કારણે સંજયની નિર્માણ કંપની 'વ્હાઈટ ફેધર્સ' ને ખૂબ જ નુકશાન થયુ છે. જેના કારણે આ ફિલ્મના નિર્માણમાં મોડુ થઈ રહ્યુ છે. આ કારણે દિયા સંજયથી ખૂબ જ નારાજ છે અને જેને કારણે તેમની અને સંજયની મૈત્રી પર પણ અસર પડી રહી છે.