ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , સોમવાર, 23 ફેબ્રુઆરી 2015 (17:21 IST)

સલમાન ખાને સૂરજ બડજાત્યાનો જન્મદિવસ ઉજવ્યો

બોલીવુડ દબંગ સ્ટાર્સ ભલે ગમે તેટલા ફિલ્મના શૂંટીંગમાં વ્યસ્ત હોય પણ તેમના મિત્ર માટે તેઓ કઈ પણ કરી છૂટવા તૈયાર જ રહે છે. હાલમાં રાજકોટ નજીક ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'ના શૂંટીંગમાંથી ટાઈમ કાઢીને પણ તેમણે ડાયરેકટર અને તેમના મિત્ર સૂરજ બડજાત્યાના જન્મદિવસની ઉજવણી કરી હતી. 
 
22 ફેબ્રુઆરીના રોજ સૂરજ બડજાત્યાનો જન્મદિવસ હતો તો આ પ્રસંગે તેમણે સરપ્રાઈજ આપતા કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો. હાલમાં ગોંડલ પાસે તેમની ફિલ્મ  'પ્રેમ રતન ધન પાયો'ની  શૂંટીંગ ચાલી રહ્યું છે તો સલમાને તમામ ક્રૂ મેમ્બર સાથે કેક કાપીને સૂરજ બડજાત્યાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
 
તમને જાણ હશે તો સલમાન ખાન પહેલેથી જ સૂરજ બડજાત્યાના ફેવરીટ હીરો રહ્યા છે તેમણે સલમાન ખાન સાથે 'મેને પ્યાર  કીયા' 'હમ આપકે હૈ કૌન' અને 'હમ સાથ સાથ હે' જેવી ફિલ્મો બનાવી હતી જે સુપરહિટ સાબિત થઈ હતી. 
 
સૂરજની ફિલ્મમાં ખાનનું નામ હમેશા પ્રેમ જ હોય છે જેને કારણે હાલમાં શૂંટીંગ થઈ રહેલી ફિલ્મમાં પણ તેમનું નામ પ્રેમ છે. જેને કારણે ફિલ્મનું નામ પણ'પ્રેમ રતન ધન પાયો'રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાનની હીરોઈન સોનમ કપૂર છે સૂરજ બડજાત્યાની મોટા ભાગની ફિલ્મો પારિવાર્રિક ફિલ્મો હોય છે.