બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

સલમાનના શો માં અક્ષય

IFM
પડદાં પર કેટરીના કેફની જોડી સલમાનને બદલે અક્ષય કુમારની સાથે વધુ સારી લાગે છે. એવુ કહેવાય છે કે સલમાનને કેટરીનાનુ અક્ષય સાથે કામ કરવુ પસંદ નથી અને તેઓ અક્ષયને પસંદ નથી કરતા. પરંતુ વ્યવસાયિક મજબૂરીની આગળ પોતાની પસંદ-નાપસંદ નથી ચાલતી.

8 ઓગસ્ટના રોજ અક્ષય-કેટરીના અભિનીત 'સિંહ ઈઝ કિંગ' રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મનો પ્રચાર વિવિધ ટીવી ચેનલો પર રજૂ થતા શો માં કરવામાં આવશે. સમાચાર મુજબ સલમાનનો શો 'દસ કા દમ'ને માટે અક્ષય અને કેટરીનાને આમંત્રિત કરવામાં આવ્યા છે.

જો આ શક્ય હોય તો સલમાન અને અક્ષય એકબીજાની સામસામે હશે અને કેટરીના અક્ષયની સાથે ઉભેલી જોવા મળશે. એવુ પણ બની શકે કે સલમાનના મનમાં અક્ષય પ્રત્યે કોઈ દુર્ભાવ ન હોય કે પછી વ્યવસાયિક મજબૂરીને કારણે તેમણે હાં કહેવુ પડ્યુ હશે.