બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

સાફ મનવાળી કેટરીના

N.D
માયાનગરીના લોકોમાં સદા હરીફાઈ ચાલતી રહે છે. આ હરીફાઈને કારણે અહી કાયમ એકબીજાના વિરુધ્ધ વાતો કહેવામાં અને સાંભળવા મળે છે. પરંતુ થોડા દિવસો પહેલા કેટરીના કેફે થોડી જુદા જ પ્રકારે વાત કરી. તેણે પોતાની સાથી અભિનેત્રીઓ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને એ પણ સકારાત્મક રૂપે. કેટરીનાને જ્યારે વિવિધ અભિનેત્રીઓ વિશે પૂછવામાં આવ્યુ તો કેટે કહ્યુ કે બોલીવુડની બધી હીરોઈનોને એક જેવી બતાવનારા મીડિયા પ્રત્યે તેમને ચીડ છે. કેટે જરા ઉંચા અવાજે કહ્યુ - પ્રિયંકા ચોપડા, અસિન અને વિદ્યા બાલન મારી સમકાલીન હીરોઈનો છે. શુ તમે વિદ્યા વગર 'પરિણિતા', કરીના વગર 'જબ વી મેટ' અને પ્રિયંકા વગર 'ફેશન'ની કલ્પના કરી શકો છો ? આ બધી નાયિકાઓ આ ફિલ્મોનો આધાર રહી છે. સાથે જ આજની આ સફળ નાયિકાઓ બીજી અભિનેત્રીઓની સાથે પોતાની તુલના પણ નથી કરતી. તેણે તો પોતાની જાતને આધુનિક મધુબાલા કહેવા બદલ પણ મજાક ઉડાવતા કહ્યુ કે મારી યાત્રા તો હજુ શરૂ થઈ છે. લાગે છે કે આ ખૂબસૂરત પોયરી દેખાવમાં જ નહી વાતો કરવામાં પણ સ્માર્ટ છે.