બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By એએનઆઇ|

સ્મોકિંગ ના કરવાની વિનંતી અમાન્ય-શાહરૂખ

ફિલ્મ કલાકારોની રચનાત્મક સ્વતંત્રતા પર અંકુશ ના હોય-શાહરૂખ

PTIPTI

મુંબઇ(એજંસી) બોલીવુ઼ડના કિંગ ખાન શાહરુખે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી અંબુમણી રામદોસની વિનંતીની અમાન્ય કરતા જણાવ્યું હતું કે, ફિલ્મ કલાકારોને રચનાત્મક સ્વતંત્રતા અંકુશમાં રાખવા જણાવવું ના જોઈએ. રામદોસે તેની વિનંતીમાં કહેલ કે, બિગબી અમિતાભ અને શાહરૂખ ખાન તેમજ અન્ય કલાકારોને પડદા પર ઘુમ્રપાન ન કરવુ જોઇએ, કારણ કે બાળકોને સૌથી પહેલાં ફિલ્મ હસ્તીઓને જોઈને જ ધુમ્રપાન કરવાની ઈચ્છા થાય છે.

રામદોસના નિવેદન અંગે પુછવામાં આવતાં શાહરુખે રચનાત્મક સ્વતંત્રતાનો સહારો લીધો હતો. રામદોસે કહ્યું હતું કે શાહરુખ અને સુપરસ્ટાર અમિતાબ બચ્ચન જેવા કલાકારોએ જાહેરમાં અને ફિલ્મોમાં ધુમ્રપાન ન કરવું જોઈએ.

શાહરુખે જણાવ્યું હતું કે ફિલ્મનિર્માતા તરીકે અમને સ્વતંત્રતાં હોવી જોઈએ કારણ કે અંતે તો સિનેમા તો સપનાઓની દુનિયા છે. જો કે હાલમાં ભારતીય યુવાનોમાં જે રીતે ધુમ્રપાન કરી રહ્યાં છે તે ચિંતાજનક બાબત છે. રામદોસે એમ પણ કહ્યું હતું કે શાહરુખે મુંબઈમાં ક્રિકેટ મેચ નિહાળતાં સમયે જાહેરમાં ધુમ્રપાન કરવું જોઈતું ન હતું. ભુતકાળમાં પણ જાહેરમાં ધુમ્રપાન કરવાના કારણે તે અનેકવાર ટીકાઓનો ભોગ બન્યો છે. ક્રિકેટ મેચ અને મીડિયા કોન્ફરન્સ દરમિઆન ધુમ્રપાન કરવા બદલ નેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર તોબેકો ઈરીડીક્શને તેને કાનુની નોટિસ ફટકારી હતી.

અમિતાભ અને શાહરૂખની અદાઓથી આજની યુવાપેઢી ઘાયલ છે. તેમની દરેક અદાઓ યુવાનો માટે ફેશન સિમ્બોલ બની જાય છે. એટલે સુધી કે રૂપેરી પરદે તેમની સ્મોકિંગ અદાઓ પણ યુવાનો માટે ફેશન ગણાઈ જાય છે. આથી જ જાહેર હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અબુમણી રામદૌસે બોલિવુડના બાદશાહ અને શહેનશાહ શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનને ફિલ્મોમાં એટલે કે રૂપેરી પડદે સ્મોકિંગ ન કરવાની વિનંતી કરી હતી.

આ સંદર્ભે રામદૌસે વધુમાં જણાવ્યું કે સ્મોકિંગ કરતા યુવાનોમાં 52 ટકા એવા હોય છે જેમણે ફિલ્મી હસ્તીઓની રૂપેરી પરદાની મોહક સ્મોકિંગ અદાઓથી પ્રેરાઈને પહેલીવાર સીગરેટના ધુમાડાનો કશ લીધો હતો.

રામદૌસે એક ખાનગી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં આ વિનંતી કરી હતી.વધુમાં તેમણે કહ્યું કે મેં શાહરૂખને અગાઉ વિનંતી કરી દીધી હતી અને આ ઉપરાંત અમિતાભ અને અન્ય હસ્તીઓને પણ રૂપેરી પડદે સ્મોકિંગ ન કરવા માટે હું અપીલ કરું છું. ધુમ્રપાન (સ્મોકિંગ)ને પ્રોત્સાહન આપવામાં ફિલ્મોનો મોટા પાયે જવાબદાર છે. અમે જ્યારે એમ કહેતા હોઈએ કે ફિલ્મોમાં સ્મોકિંગ દ્રશ્યો ના હોવા જોઈએ ત્યારે તેની પાછળ તાર્કિક કારણો હોય છે.

આ ઉપરાંત તમાકુના ઉત્પાદનો પર ચિત્રો રૂપે ચેતવણી દર્શાવવાનું હજૂ સુધી અમલમાં ન આવવા બદલ રામદૌસે કારણ આપ્યું કે રાજકીય પ્રવૃત્તિઓ અને કાયદાકીય પ્રક્રિયાના કારણે તેમાં વાર લાગી રહી છે.