શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

હુ રાજનીતિમાં નથી આવવા માંગતો - અજય

IFM
ફિલ્મકાર પ્રકાશ ઝા ની ફિલ્મ 'રાજનીતિ'માં એક રાજનેતાનુ પાત્ર ભજવી ચુકેલ બોલીવુડ અભિનેતા અજય દેવગનનુ કહેવુ છે કે સત્તા લોકોને ભ્રષ્ટ બનાવે છે અને રાજનીતિમાં રહેવા માટે છળકપટ કરવાની અને ચાલ ચાલવાની જરૂર હોય છે. અજય કહે છે કે તે વાસ્તવિક જીવનમાં રાજનીતિમાં પ્રવેશ નહી કરે.

અજયે એક ઈંટરવ્યુમાં કહ્યુ કે 'હુ રાજનીતિમાં પ્રવેશ નથી કરી શકતો, કારણ કે હુ તે માટે નથી. હુ તેમા નહી રહી શકુ. આમા જો તમે સારી રાજનીતિ કરવા માંગતા હોય તો પણ ખરાબ લોકોના વિરોધ માટે તમારે ખૂબ ચાલાક અને કપટી થવુ પડે છે. આ ઉપરાંત તમને ચાલ ચાલતા પણ આવડવી જોઈએ. મને નથી લાગતુ કે હુ આ માટે છુ.

અજય દેવગને ફિલ્મ 'યુવા'માં પણ એક આવુ જ પાત્ર ભજવ્યુ હતુ, જે યુવા હોય છે પરંતુ રાજનીતિની દુનિયામાં પ્રવેશ કરે છે.

તે કહે છે કે 'મારુ માનવુ છે કે રાજનીતિ ખરાબ નથી, પરંતુ જે લોકો રાજનીતિમાં છે તેઓ તેને ખરાબ કરી રહ્યા છે. કોઈપણ રાષ્ટ્ર માટે રાજનીતિ મહત્વપૂર્ણ છે અને દુનિયાને ચલાવવા માટે સારી રાજનીતિ ખૂબ જરૂરી છે. જો રાજનીતિમાં સારા લોકો આવે તો દેશ સમૃધ્ધ થશે.

તેણે કહ્યુ કે 'મને લાગે છે કે સત્તા લોકોને ભ્રષ્ટ બનાવે છે. જે લોકો સારુ કામ કરવા માંગે છે, તે જ્યારે એકવાર સત્તામાં આવે છે તે પણ ભ્રષ્ટ થઈ જાય છે. તમે ફક્ત રાજનેતાઓને દોષ નથી આપી શકતા. તેઓ પણ આપણા સમાજમાંથી જ આવે છે અને આપણે જ તેને લાવીએ છીએ. જો તેઓ ભ્રષ્ટ છે તો આપણે પણ ભ્રષ્ટ છીએ, સમાજ ભ્રષ્ટ છે આપણે કોણે દોષ આપી રહ્યા છીએ.

રાજનીતિમાં અજય ઉપરાંત મનોજ વાજપેયી, નસીરુદ્દીન શાહ, નાના પાટેકર, અર્જુન રામપાલ, રણબીર કપૂર અને કેટરીના કેફે અભિનય કર્યો છે.