શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

હેપી બર્થ-ડે ઋષિ કપૂર

IFM
એક સમયના જાણીતા અને 'એક હસીના થી...' અને 'બચના યે હસીનો...' જેવા સુપરહિટ ગીતોના આશિક અભિનેતા ઋષિ કપૂર 4 સપ્ટેમ્બરના રોજ પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

ઋષિ કપૂર એક એવા હીરો છે જેમની પર ફિલ્માવવામાં આવેલ લગભગ દરેક ગીત જાણીતુ બન્યુ છે. તેઓ દરેક પ્રકારના એક્સપ્રેશન કરી બતાવતા હતા. તેમણે કવ્વાલી ગાઈ, ડાંસ કર્યો અને રોમાંટિક સીન પણ સરસ રીતે ભજવ્યા હતા. આજે દરેક હીરોને એવો પ્રશ્ન થતો હશે કે ઋષિ કપૂર પોતાના ચહેરા પર દરેક પ્રકારના એક્સપ્રેશન કેવી રીતે લાવતા હશે. એનુ રહસ્ય એ છે કે તેઓ પોતાના રોલ માટે ઘણી જ મહેનત કરતા હતા. તેમને ગિટાર વગાડતા નહોતુ આવડતુ પણ જો તેમના પાત્રમાં તેમને ગાયક બનવાનુ હોય તો, તેઓ ગિટાર વગાડવાની એટલી પ્રેકટીસ કરતા કે પડદાં પર તેમને જોઈને લાગતુ જ નહોતુ કે તેઓ માત્ર અભિનય કરી રહ્યા છે. તેમના દરેક સોંગમા રિયાલીટી જોવા મળતી હતી. એ પછી દર્દભર્યુ ગીત હોય કે રોમાંટિક, કવ્વાલી હોય કે ડાંસ. આજે પણ આપણે તેમના પર ફિલ્માવાયેલુ કોઈ પણ ગીત સાંભળીએ છીએ તો તેમનો ચોકલેટી ચહેરો નજર સમક્ષ આવી જાય છે.

નીતૂ સિંગ સાથે લગ્નજીવનના સફળતાપૂર્વક 28 વર્ષ પૂરા કરનાર ઋષિ કપૂર પોતાની પત્ની વિશે કહે છે કે - 'નીતૂએ મને જીવનમાં સ્થિર થતા શીખવ્યુ છે. એક સ્ત્રીનો મનુષ્યના જીવનમાં જે રોલ હોવો જોઈએ એ તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યો છે. તેણે મારા બાળકોનો યોગ્ય ઉછેર કર્યો છે. દીકરીના લગ્ન પછી અને રણબીર દ્વારા ફિલ્મમાં કેરિયરની શરૂઆત કર્યા પછી અમને બંન્નેને હવે એકબીજા માટે સમય મળ્યો છે. હુ ઈચ્છુ છુ કે નીતુ પણ તક મળે તો ફિલ્મોમાં કામ કરે'.

અત્યાર સુધી દોઢસો ફિલ્મોમાં કામ કરી ચૂકેલ ઋષિ કપૂરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..