શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 18 જુલાઈ 2014 (12:56 IST)

હેપી બર્થ ડે પ્રિયંકા ચોપરા - બોલીવુડની બ્રાંડ એમ્બેસેડર છે પ્રિયંકા

બોલીવુડની સુંદર અભિનેત્રી પ્રિયુંકા ચોપડા એક સામાન્ય યુવતીથી મોસ્ટ ફેવરેટ સેલિબ્રિટી બનવાની સ્ટોરી છે. આજના દિવસે જ 18 જુલાઈ 1982ના રોજ જમશેદપુરમા એક આર્મી પરિવારમાં જન્મેલી પ્રિયંકા ચોપડા વર્તમાનમાં ભારતની સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક છે. 
 
માતા પિતા બંનેના આર્મી સાથે જોડાવાને કારણે પ્રિયંકાનું બાળપણ એક શહેરથી બીજા શહેરમાં ફરતા વીત્યુ. તેમણે બાળપણમાં જ દેશના અનેક શહેરોનું ભ્રમણ કરી લીધુ હતુ. માત્ર 13 વર્ષની વયમાં જ પ્રિયંકાએ અમેરિકામાં રહેતા અનેક હરીફાઈઓમાં ભાગ લીધો. વર્ષ 2000માં તે મિસ ઈંડિયા તરીકે પસંદગી પામી. આ વર્ષે તે મિસ વર્લ્ડનો ખિતાબ મેળવનારી પાંચમી ભારતીય બની. 
 
મિસ વર્લ્ડ તરીકેની પસંદગી પામ્યા પછી પ્રિયંકા ચોપડની પાસે અનેક ફિલ્મોની ઓફર આવી. તેમણે સન્ની દેઓલ અને પ્રિતી જિંટા અભિનીત ફિલ્મ ધ હીરો, લવ સ્ટોરી ઓફ એ સ્પાય થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ. પણ તેની ઓળખ રાજ કંવરની ફિલ્મ અંદાજ દ્વારા મળી. આ માટે તેણે ફિલ્મફેયર બેસ્ટ ફિમેલ ડેબ્યુ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. 
 
અંદાજ પછી એતરાજ, મુજસે શાદી કરોગી, બ્લફમાસ્ટર, કૃષ, ડોન, વક્ત, અને બરફી જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મો દ્વારા પ્રિયંકા ચોપડાએ બોલીવુડમાં પોતાની જુદી ઓળખ બનાવી લીધી. વર્તમાનમાં તેની ગણતરી હિન્દી સિનેમાની ટૉપ એક્ટ્રેસેજમાં કરવામાં આવે છે. 
 
પ્રિયંકા ચોપડા હવે એક દસકાના લાંબા અભિનય કેરિયરમાં અત્યાર સુધી ચાર ફિલ્મફેયર એવોર્ડ એક નેશનલ ફિલ્મ એવોર્ડ જીતી ચુકી છે. ગયા વર્ષે તેમણે પોતાના આંતરરાષ્ટ્રીય મ્યુઝીક એલ્બમ ઈન માય સિટી અને એક્ઝોટિક રજૂ કર્યા જેની લોકોએ ખૂબ પ્રશંસા કરી.