શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Updated :અમદાવાદ, , શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (16:46 IST)

નાણામંત્રીનું સ્માર્ટ અને યુવાલક્ષી બજેટ - એક વર્ષમાં સરકારી નોકરીઓમાં 66000 યુવાઓની ભરતી

-શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે પ્લાન અને નોન પ્લાન હેઠળ 11,256.88 કરોડની ફાળવણી

-સ્વચ્છતા મિશન અંતર્ગત ઘન કચરાના નિકાલ, જાહેર શૌચાલયના નિર્માણ માટે 200 કરોડની ફાળવણી
-શહેરી વિસ્તારોમાં પાણી અને ભુગર્ભ ગટર માટે 1025 કરોડની ફાળવણી
-સ્વર્ણિંમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સહિત અર્બન ડેવલોપમેન્ટ મિશન અંતર્ગત માળખાકિય સુવિધા માટે 3555 કરોડની ફાળવણી
- 6 ફ્લાયઓવર બનાવવા માટે 515 કરોડની ફાળવણી
-નગરપાલીકા મહાનગરપાલીકા શહેરી સત્તા મંડળોના વિસ્તારોમાં માળખાકિય સુવિધા માટે 1710 કરોડની ફાળવણી
-મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત નપા,મનપામાં જાહેર રસ્તાઓ માટે 500 કરોડની ફાળવણી
-મહાનગરપાલીકાઅને નગરપાલીકા વિસ્તારમાં પરિવહન સુવિધા માટે રૂ.100 કરોડની ફાળવણી
-રાજકોટ, ભાવનગર, જામગર અને વડોદરાના ફરતે રીંગરોડ માટે 84 કરોડની ફાળવણી
-સુરત ડ્રીમ સીટી પ્રોજેક્ટ માટે રૂ.5 કરોડની ફાળવણી
-વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક માટે રૂ.15 કરોડની ફાળવણી
-શહેરોમાં ફ્લાય ઓવર બનાવવા માટે 515 કરોડની ફાળવણી

-શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ પ્લાન અને નોન પ્લાન સહિત 1516.22 કરોડની જોગવાઈ
-આઈટીઆઈના તાલીમઆર્થીઓને સ્ટાઈપેન્ડ અને અન્ય સુવિધાઓ માટે 515.81 કરોડની 
ફાળવણી
-આઈટીઆઈના નવા બાંધકામ માટે 13 કરોડની જોગવાઈ- વન્યપ્રાણીઓ પ્રત્યે લોકજાગૃતિ માટે સફારીપાર્ક બનાવવામાં આવશે 

- રાજ્યમાં 300 ગામને 185 કરોડના ખર્ચે સ્માર્ટ વિલેજ તરીકે વિક્સાવાશે 
- સુરતને ડ્રીમ સિટી તરીકે વિકસાવવા માટે 5 કરોડ 
- રોઝને કારણે ખેડૂતોને થતા નુકશાન માટે 100 કરોડ 
- 150 કરોડના ખર્ચે પીવાના પાણીની સમસ્યાનુ સમાધાન 
-  ખેલ મહાકુંભના આયોજન માટે 73.87 કરોડ રૂપિયાની ફાળવણી
-  ધોલેરા સર માટે 1806 કરોડ રૂપિયા
-  શહેરી વિકાસ ગૃહનિર્માણ માટે 11256 કરોડ રૂપિયાની ફાળવણી
-  રાજ્યમાં કુલ 6 નવા ફ્લાયઓવર બનશે, 515 કરોડ રૂપિયાની જોગવાઈ 
- માર્ગ મકાન વિભાગ માટે 8402 કરોડ રૂપિયાની ફાળવણી 
- સમાજ સુરક્ષા માટે 623 કરોડ  રૂપિયા 
- રમતગમત માટે 570 કરોડ રૂપિયા 
-  મહિલા બાળવિકાસ માટે 2615 કરોડની ફાળવણી
- સામાજિક ન્યાય અધિકારીતા માટે 2729 કરોડ રૂપિયા
- પ્રવાસન-યાત્રાધામ વિકાસ માટે 834 કરોડ રૂપિયા
- આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 8212 કરોડ રૂપિયા
- સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ
- કેન્સર હોસ્પિટલ અમદાવાદ માટે 82 કરોડ રૂપિયા
-  મિશન બલમ સુખમ માટે 1075 કરોડ 
- આગામી બે વર્ષમાં 31 કોલેજો શરૂ કરાશે
-  10 હોસ્પિટલોમાં હિમો ડાયાલિસીસ સેન્ટર શરૂ કરાશે
-  ડાયાબિટીસ,બ્લડ પ્રેશરના દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં આજીવન ફ્રી સારવાર
-  પ્રવાસન ક્ષેત્રે 834 કરોડ રૂપિયા
-  વાયબ્રન્ટ ગુજરાત માટે વર્ષ 2017 માટે 70 કરોડ રૂપિયા
- સરકારી દવાખાનામાં વિનામૂલ્યે દવાઓ પૂરી પાડવામાં આવશે 
- ગંભીરરૂપમાં દાખલ થયેલ મહિલા માટે સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર માટેની જોગવાઈ 
- શહેરોમાં ગાયનેલોજીસ્ટની સેવા માટે સરકાર દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવશે
- માનસિક રોગોની સારવાર માટે અમદાવાદ ખાતે વિશેષ વ્યવસ્થા 
- આંગણવાડીના 12 લાખ બાળકોને આવરી  લેવામાં આવશે  
- સિંહ સંરક્ષણ માટે ગીર જંગલ ફરતે વાડ કરવામાં આવશે. 
- નવી ગુજરાતી ફિલ્મની પ્રોત્સાહક રાશિ વધારવામાં આવી  
- રાશન કાર્ડ દ્વારા ઘઉ 2 રૂપિયે કિલો અને ચોખા 3 રૂપિયે કિલો આપવામાં આવશે 
- ગુજરાતને કુપોષણથી મુક્ત કરવાનો સંકલ્પ 
-  17 લાખ ખેડૂતોને કિશાન કાર્ડ આપવાનું આયોજન
-ગર્ભાશય અને સ્તન કેંસર માટે વિના મૂલ્યે સારવાર
-રાજ્યમાં ડાયાબિટિસ અને બ્લડ પ્રેશરના દર્દીઓને મફતમાં સારવાર
-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મહિલાઓને મફત સારવાર
-3000 જૂનિયર ક્લાર્કની ભરીત કરાશે
-વર્ગ-4 માટે મૌખિક ઇન્ટરવ્યૂ રદ્દ
-ખરીફ પાક માટે ત્રણ લાખની લોન
-1 ટકાના વ્યાજે 3 લાખની લોન
-રાજ્યના 38 લાખ ખેડૂતોને લાભ મળશે
-પશુપાલન અને ડેરી ક્ષેત્ર માટે 614 કરોડની ફાળવણી
-તળાવ માટે 10 કરોડ ફાળવાયા
-પછાત વર્ગોના કલ્યાણ માટે યોજના બનાવાઈ
-ભૂમિ અને જળ સરંક્ષણ માટે યોજના
-ખેડૂત વીમા માટે 495 કરોડની જોગાવાઇ
-5792 હજાર કરોડ કૃષિ અને સહકાર માટે ફાળવણી
-સરદાર સરોવર યોજના માટે 9050 કરોડની ફાળવણી
-સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 1066 કરોડની ફાળવણી
-ટપક સિંચાઇ માટે 765 કરોડ ફાળવણી
-મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ મર્યાદા વધારીને 6 લાખ કરાઇ
– 270 મોટા ચેકડેમો અને 180 તળાવો ઊંડા કરાશે
– સુજલામ સુફલામ યોજના માટે 4 નવી પાઇપલાઇન
– સૌની યોજના માટે 2 હજાર કરોડની ફાળવણી
-બીપીએલ પરિવારની દીકરીઓ માટે ખાસ સહાય
-મેડિકલમાં પ્રવેશ માટે વિશેષ સહાય
-મા યોજના માટે 660 કરોડની ફાળવણી
-આરોગ્ય વિભાગ માટે 8212 કરોડની ફાળવણી
-ગ્રામ્ય વિસ્તારોમાં 50 નવા આરોગ્ય કેંદ્રો બનશે
- મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના માટે 1000 કરોડની જોગવાઈ 
- એક વર્ષમાં સરકારી નોકરીમાં 66000 જગ્યાઓમાં ભરતીની જોગવાઈ 
- યુવાનોને સરકારી સેવાની તક 
- ગુજરાતની સ્થાપના થયા પછી આ પહેલીવાર - નાણામંત્રી 
- ભરતી માટે યુવાનોને તાલીમ આપવાની વ્યવસ્થા આપવામાં આવશે 
- આગામી વર્ષે 20400 પોલીસ તંત્રમા& 17200 મહેસૂલ તંત્રમાં 1600 વન વિભાગમાં 1600 નોકરીની ભરતી થશે 
- શિક્ષણ - રાજ્યમાં દરેક બાળકને પ્રાથમિક શિક્ષણનો અધિકાર મળી રહે તેવી વ્યવસ્થા 
- અનામત આંદોલનની અસર બજેટમાં દેખાઈ 
- શાળાઓમાં નવા કોમ્પ્યુટર માટેની જોગવાઈ 
- 4230 નિવૃત શિક્ષકોને માટે વિશેષ જોગવાઈ 
- ઉર્જા માટે 6832.82 કરોડની જોગવાઈ 
- સામાન્ય આર્થિક સેવાઓ માટે 2645 કરોડ 
- સુજલામ સુફલાન યોજના માટે 22.50 કરોડ 
- સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 1000 કરોડ 
- આનંદીબેન પટેલે ગુજરાતને સર્વગ્રાહી ગતિશિલ ગુજરાત બનાવ્યુ છે 
- આરોગ્યની મા યોજના લોકપ્રિય બની 
-- મા વાત્યસલ્ય યોજના અત્યંત ઉપયોગી નિવડી
- વાર્ષિક વિકાસ યોજનાઓનું કદ આ વર્ષ માટે 85557.58 કરોડ રૂપિયા
-  116395.98 રૂ મહેસૂલી આવક
-  કૃષિ ક્ષેત્ર માટે 5840.89 કરોડની ફાળવણી 
-  વર્ષ 2016-17 યુવા વર્ષ તરીકે જાહેર
-  યુવા સ્વાવલંબન માટે એક હજાર કરોડ
-  જળસંપત્તિ માટે 5244 કરોડ
-  ગ્રામ્ય વિસ્તારો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે
-  સામાજિક સેવા માટે 40255 કરોડ રૂપિયાની જોગવાઈ 
-  ગ્રામ્ય વિકાસ માટે 2464.89 રૂપિયાની જોગવાઈ
-  ઊર્જા વિકાસ માટે 6823 કરોડ રૂપિયા
-  સંદેશા વ્યવહાર માટે 997.35 કરોડ રૂપિયાની ફાળવણી
-  મહિલા અને બાળવિકાસ માટે 2615 કરોડ રૂપિયાની જોગવાઈ
-  ખેતી માટે 12500 મીટરની ભૂગર્ભ પાઈપલાઈન નખાશે
- વાર્ષિક યોજનાનો ખર્ચ 85 કરોડ
- 2016-17 યુવા વર્ષ તરીકે જાહેર 
- ખેતી માટે 5940 કરોડની જોગવાઈ 
- સરદાર સરોવર માટે 9055 કરોડની જોગવાઈ 
- સરકાર ગતિશીલ છે અને ગતિશીલ રહેશે. 



 

- બપોરે 12 વાગ્યે વિધાનસભા સત્રની શરૂઆત થશે 
- બપોરે 1 વાગ્યે નાણામંત્રી સૌરભ પટેલ બજેટ રજૂ કરશે 
- બજેટ ગ્રામીણ અને ખેતી કેન્દ્રનું હોવાનો અંદાજ 
- 2016-17નુ બજેટ વિકાસલક્ષી હશે - નાણામંત્રી 
- બજેટથી રાજ્યના લોકો ખુશ થશે આનંદીબેન પટેલે રજુ કર્યો વિશ્વાસ 
- વર્તમાન  બજેટમાં વિકાસલક્ષી યોજનાઓ પર ભાર મુકાશે 
 

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ધારણા પ્રમાણે જ આજે તોફાનીરીતે શરૂ થયું હતું. પ્રથમ દિવસે જ રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ ધાંધલ ધમાલ મચાવી હતી અને ગૃહની વચ્‍ચોવચ આવી ગયા હતા. પોસ્ટરો બતાવવામાં આવ્યા હતા. નાણા પ્રધાન સૌરભ પટેલ આજે નાણાકીય વર્ષ 2016-17 માટેનું બજેટ રજૂ કરશે. બજેટમાં આકરો બોજ આવી શકે છે. કારણ કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતાં સરકારને વેટની આવકમાં ઘટાડો થયો છે, જેથી તે ઘટાડાને સેટ ઓફ કરવા માટે સરકાર નવા વેરા કે સેસ લાદે તેવી શકયતા છે. તેમજ સ્ટાર્ટઅપને બુસ્ટ મળી રહે તે માટે પ્રોત્સાહક પગલાની જાહેરાત થવાની ધારણા રખાઈ રહી છે.
 
આ વખતે બજેટ સત્ર ખુબ મહત્વનું બની રહેશે તેવા એંધાણો છે. કારણ કે એક તો પાટીદાર અનામત આંદોલન, મોંધવારી, ભ્રષ્ટાચાર જેવી ઉકળતી સમસ્યાઓની સાથે ખેડુતોની પણ સળગતી સમસ્યા  હવે હાલમાં જ જે બોગસ કોલેજો અને નકલી ડિગ્રી ધરાવતા રાજકીય નેતાઓનો પર્દાફાશ થયો છે તે પણ સરકાર સામે મોટો પડકાર છે. આ સમસ્‍યાઓને લઈને સત્ર તોફાની બની રહે તો કોઈ નવાઈ નથી. હાલમાં એનસીપીના ગુજરાત એકમના વડા જંયત પટેલ ઉર્ફે બોસ્‍કી અને સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર રાજય પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા બનાવટી ડિગ્રી ધરાવતી હોવાનો પર્દાફાશ થયો છે. આ બંને નેતાઓ સિવાય દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્‍ય શૈલેષ મનુભાઈ પરમાર અને સુરતના કામરેજના પ્રફુલ્લ પાનશેરિયા પમ અભ્‍યાસની ખોટી વિગતોની એફિડેવિ કરી હોવાની માહિતી મળી છે. 2012ની વિધાનસભાની ચૂંટણી લડતી વખતે અરવિંદ લાડાણીએ જે એફિડેવિટ દાખલ કરી છે એ ચૂંટણી પ્રક્રિયાની મજાક સમાન છે. આવા સમયે વિધાનસભાના બજેટ સત્રમાં વિપક્ષ કોંગ્રેસ પણ બોગસ કોલેજો અને નકલી ડિગ્રી મામલે તીખા તેવર બતાવશે કે કેમ તે મોટા સવાલ છે.કારણ કે કોંગ્રેસના નેતા પણ ખોટી એફેડિવટના મામલે સફાઈ ચૂક્‍યા છે. બજેટ સત્રમાં આગામી દિવસોમાં પણ કોંગ્રેસ ધાંધલ ધમાલ મચાવે તેવી શક્‍યતા છે. 
 
સંસદના બજેટ સત્રમાં જીએસટી બિલ પાસ થઈ જશે, તો જૂનમાં તેનો અમલ કરાશે. આ સંજોગોમાં જીએસટીના અમલ અગાઉ ગુજરાત સરકારના નાણા પ્રધાન સૌરભ પટેલ આ બજેટ કોઈ ચોક્કસ રૂપરેખા રજૂ કરે તેવી ધારણા રખાય છે. જીએસટીના અમલ પછી રાજ્ય સરકારના તમામ ટેક્સ નિકળી જશે, તેના સ્થાને જીએસટી લાગુ થઈ જશે. જે જીએસટીમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના હિસ્સા અંગે સ્પષ્ટતા થાય તેવી સંભાવના છે.
 
તેમજ આધારભૂત સુત્રો પાસેથી મળેતી માહિતી પ્રમાણે યોજનાકીય ખર્ચમાં પાંચ ટકાનો વધારો થશે, અને યોજનાકીય ખર્ચ 73 હજાર કરોડ રૂપિયા પર પહોંચી જશે.