શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2016-17
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (15:14 IST)

બજેટની તારીખ - 25 ફેબ્રુઆરીએ રેલવે બજેટ અને 29 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ

સંસદનુ બજેટ સત્ર 23 ફેબ્રુઆરીએ શરૂ થશે. રેલ બજેટ 25 ફેબ્રુઆરીએ અને આર્થિક સર્વેક્ષઁ 26 ફેબ્રુઆરી અને સામાન્ય બજેટ 29 ફેબ્રુઆરીના રોજ રજુ થશે. 
 
કેન્દ્રીય મંત્રી એમ વેંકૈયા નાયડૂએ ગુરૂવારે જણાવ્યુ કે બજેટ સત્રનો પ્રથમ ભાગ 16 માર્ચના રોજ સમાપ્ત થશે. જ્યારે કે બીજો ભાગ 25 એપ્રિલથી 13 મે સુધી ચાલશે.  સંસદનુ બજેટ સત્ર બે ભાગમાં રહેશે. પ્રથમ સત્ર 23 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી ચાલશે અને બીજુ સત્ર 25 એપ્રિલથી 13 મે સુધી ચાલશે. 
 
માહિતી મુજબ ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંસદીય મામલાની કેબિનેટ સમિતિએ આજે બજેટ સત્રના વિસ્તૃત કાર્યક્રમને અંતિમ રૂપ આપ્યુ. આગામી સત્રમાં સરકાર મહત્વપુર્ણ જીએસટી ખરડાને પાસ કરાવવાની ઈચ્છુક ચ હે. સીસીપીએની બેઠક પછી સંસદીય મામલાના મંત્રી એમ વેકૈંયા નાયડૂ વિપક્ષનાનેતાઓ સાથે પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, પોંડિચેરી અને કેરલમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને જોતા આ સત્રના સમય પર ચર્ચા માટે બેઠક કરશે.  
 
બજેટ સત્ર દરમિયાન સરકાર પોતાના વિધાયી એજંડાને આગળ વધારવા માંગે છે. જ્યારે કે વિપક્ષ દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અને અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા સહિતના અનેક મુદ્દાને ઉઠાવશે.