ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 23 જાન્યુઆરી 2017 (17:41 IST)

છેવટે 1 ફેબ્રુઆરીએ જ રજુ થશે બજેટ

વિપક્ષી દળોની તમામ કોશિશો છતા મોદી સરકાર 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરશે.  અંદાજપત્રની તારીખ ટાળવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી રદ્દ થઈ ગઈ છે. અરજી વકીલ એમએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી હતી.  કોર્ટે કહ્યુ કે મામલામાં હસ્તક્ષેપ કરવાના કાયદામાં કોઈ પ્રસ્તાવ નથી. બજેટ નાણાકીય વર્ષના અંત પહેલા આવવો જોઈએ. 
 
આવતા મહિનાથી 5 રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને જોતા 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજુ કરવાને લઈને કેન્દ્રીય સરકારનો વિરોધ થઈ રહ્યો હતો. 
 
5 રાજ્યોમાં 4 ફેબ્રુઆરીથી શરૂ થનારી વિધાનસભા ચૂંટણીના 3 દિવસ પહેલા સામાન્ય બજેટને લઈને વિપક્ષી દળોને ચૂંટણી પંચમાં પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.  વિપક્ષી દળોનો આરોપ છે કે તેનાથી કેન્દ્રની સરકારને વધુ ફાયદો થઈ શકે છે. ગુરૂવારે અનેક વિપક્ષી દળોના નેતા આ મામલાની ફરિયાદ લઈને ચૂંટણી પંચ પહોંચ્યા હતા. 
 
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે માંગ કરી હતી કે નિષ્પક્ષ ચૂંટણી માટે બજેટને 8 માર્ચ પછી રજુ કરવુ જોઈએ. તેમણે કહ્યુ કે 31 માર્ચ સુધી ક્યારેય બજેટ રજુ કરી શકાય છે.