મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 21 જાન્યુઆરી 2017 (15:30 IST)

બજેટ 2017 - ખુલશે રાહત અન ભેટનો ખજાનો

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું એલાન થવા છતા આગામી 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.  માહિતી મુજબ આમાં વેપાર જગત માટે કેટલાક એવા એલાન હશે જે ઉત્તર પ્રદેશ કે ઉત્તરી રાજ્યોના વેપારીઓને વધુ પ્રભાવિત કરશે.  આ સાથે જ કૃષિ, સ્ટાર્ટ અપ વગેરેને પણ વિસ્તાર આપવા માટે મહત્વપૂર્ણ એલાન થઈ શકે છે.  બજેટ રજુ થવાના ફક્ત થોડા દિવસ પછી જ 5 રાજ્યોમાં ચૂંટણી શરૂ થવાની છે..  જો કે વિરોધી પક્ષનુ કહેવુ છે કે કેન્દ્ર સરકાર સામાન્ય બજેટમાં કેટલાક લોભામણા એલાન કરી શકે છે.  જે મતદાતાને પ્રભાવિત કરશે.  તેના પર સરકારે કહ્યુ કે જે રાજ્યોમાં ચૂંટણી છે  તેના પર કેન્દ્રીત એલાન બજેટમાં નહી હોય. 
 
ઈંકમ ટેક્ષમાં રાહતની આશા 
 
સરકાર સાથે જોડાયેલા સુત્રોનુ માનીએ તો આગામી બજેટમાં આવક ઈંકમ ટેક્સના મોરચા પર જ નોકરિયાત અને વેપારી વર્ગને મોટી રાહત મળવાની આશા છે.  આવી છૂટ એ માટે કારણ કે નોટબંધી બધાને મુશ્કેલી પડી છે.  તેના પર થોડી રાહત આપીને જનતાને ખુશ કરી શકાય છે.  એવુ કહેવાય રહ્યુ છે કે હવે વધુથી વધુ લોકોને ટેક્સ હેઠળ લાવવાનો પ્રત્યન કરવામાં આવશે.  અત્યાર સુધી ઈન્કમટેક્ષમાં અઢી લાખ રૂપિયા સુધી  કોઈ ટેક્સ નથી લાગતો.  તેમાં કેવી રીતે વિસ્તાર કરવામાં આવે તે અંગે વિભાગીય અધિકારી હિસાબ-કિતાબ કરીને ફાઈલ ઉપર મોકલી ચુક્યા છે. જેથી કોઈ નિર્ણય થઈ શકે.  કોર્પોરેટ ટેક્સમાં પણ કમી આવી શકે છે. રાજનૈતિક વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ બધા એવા પગલા છે જે કે ચૂંટણીવાળા રાજ્ય સાથે અન્ય રાજ્યના લોકો માટે પણ છે.  તેથી તેના પર પસંદગી કમીશનનો દંડો ચાલે નહી. 
 
સ્ટાર્ટઅપને મળી શકે છે ભેટ 
 
સૂત્રોનુ કહેવુ છે કે સ્ટાર્ટઅપને વિસ્તાર આપવા અને તેની મદદ માટે સરકાર આ વર્ષે બજેટમાં અનેક રાહતોનુ એલાન કરી શકે છે. આવુ એ માટે કારણ કે ગયા વર્ષે કરતા આ વર્ષે સ્ટાર્ટઅપની વિકાસ દર ઓછી રહી છે. 
 
રેલવે માટે સૌથી વધુ બજેટ સમર્થન 
 
આઝાદી પછી પ્રથમવાર આવુ થશે જ્યારે સામાન્ય બજેટમાં જ રેલ બજેટનો પણ સમાવેશ થશે.  તેથી રેલવે માટે પણ નાનાકીય મંત્રાલયના અધિકારી જ કામ કરી રહ્યા છે. સૂત્રોનુ કહેવુ છે કે આ વખતે રેલવે માટે સૌથી વધુ બજેટ સમર્થન હશે.  કારણ કે સરકાર રેલ મુસાફરોને વિશ્વ સ્તરીય સુવિદ્યા આપવા માંગે છે.