Widgets Magazine
Widgets Magazine

પ્રથમ બજેટ - શુ આપ જાણો છો ભારતનું પ્રથમ બજેટ કોણે અને ક્યારે રજુ કર્યુ હતુ ?

બુધવાર, 25 જાન્યુઆરી 2017 (09:50 IST)

Widgets Magazine
first budget


આધુનિક ભારતમાં બજેટ-પધ્ધતિની શરૂઆત કરવાનો શ્રેય બ્રિટિશ-ભારતના પહેલા વાયસરાય લાર્ડ કેનિંગને જાય છે, જે 1856-62 સુધી ભારતના વાયસરાય રહ્યા. 1857ના પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પછી 1859માં પહેલીવાર એક નાણાકીય વિશેષજ્ઞ જેમ્સ વિલ્સનને વાયસરાયની કાર્યવાહીના નાણાકીય સદસ્યના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. 

જેમ્સ વિલ્સને 18 ફેબ્રુઆરી 1860માં વાયસરાયની પરિષદમાં પહેલીવાર રજૂ કર્યુ. તેમણે બ્રિટિશ નાણામંત્રીની પરંપરાનુ અનુકરન કરતા પોતાના ભાષણમાં ભારતની નાણાકીય સ્થિતિનુ સારંગર્ભિત વિશ્લેષણ અને સર્વેક્ષણ રજૂ કર્યુ, તેથી જેમ્સ વિલ્સનને ભારતીય બજેટ પધ્ધતિના સંસ્થાપક કહી શકાય છે. 

1860 પછીથી જ દરવર્ષે દેશની નાણાકીય સ્થિતિની વિગત રજૂ કરનારુ બજેટ વાયસરોયની પરિષદમાં રજૂ થવા લાગ્યો પણ તે સમયે ભારત ગુલામ હતુ, તેથી આ બજેટ પર ભારતીય પ્રતિનિધિઓને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો અધિકાર નહોતો. ઈસ. 1947માં દેશ આઝાદ થયો. ત્યારપછી ભારતીય સંસદ અને વિધાનસભાઓને બજેટ પર નિયંત્રણ મુકવાના બધા અધિકારો મળી ગયા હતા. 

આઝાદી પહેલા 1920 સુધી સંઘીય સ્તર પર ફક્ત એક જ બજેટ બનતુ હતુ. 1921માં સામાન્ય બજેટથી રેલ બજેટને અલગ કરી દેવામાં આવ્યુ. ત્યારથી ભારતમાં સંઘીય સ્તર પર બે બજેટ રજૂ થવા લાગ્યા - અને રેલ બજેટ. આ સિવાય ભારતીય સંઘના પ્રત્યેક રાજ્યોનુ પોતપોતાનુ જુદુ જદુ બજેટ હોય છે.


ફોટો સાભાર - સોશિયલ મીડિયા 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

IDBI બેંકમાં સ્પેશ્યાલિસ્ટ ઑફિસરના ખાલી પદ પર ભરતી, apply now

IDBI બેંકમાં સ્પેશલિસ્ટ ઑફિસરન આ ખાલી પદ પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે ય ઓગ્ય ...

news

Vodafone લાવ્યુ છે ધમાકેદાર ઓફર્સ, જાણો શુ છે ખાસ

ટેલીકોમ કંપની વોડાફોન ઈંડિયાએ પોતાના પોસ્ટપેડ કસ્ટમર્સ માટે અનલિમિટેડ ઓફર્સની રજુઆત કરી ...

news

ECનો કેન્દ્રને આદેશ, કેન્દ્રીય બજેટમાં ચૂંટણી રાજ્યો માટે ન કોઈ લૉલીપોપ ન હોવી જોઈએ !

કેન્દ્રીય અંદાજ પત્ર મતલબ બજેટ હવે 1 ફેબ્રુઆરીએ જ આવશે. ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને બજેટ ...

news

મોંઘા થશે પિજ્જા અને બર્ગર, ફૈટ ટેક્સની તૈયારી

જો તમે પિજ્જા બર્ગર અને નૂડલ્સ જેવા જંક ફૂડના શોખીન છો તો હવે તમારે આ માટે વધુ પૈસા ખર્ચ ...